રબને બના દી જોડી!! 5.5 વરરાજો 2.5 ફૂટની દુલ્હને કર્યા ધામધૂમથી લગ્ન, પ્રેમ કહાની એવી કે ભલભલી બૉલીવુડ સ્ટોરી પાછી પડે… જુઓ લગ્નની તસ્વીર
આપણે ત્યાં કહેવાય છે કે, જોડીઓ તો ઉપરવાળો જ નક્કી કરે છે. ખરેખર આ વાત સાચી પણ છે, લગ્નજીવન માટે સાથીની પસંદગી ભલે આપણે કરીએ છે પરંતુ ખરેખર તે વ્યક્તિ પહેલેથી જ આપણા લેખમાં લખાયેલ હોય છે એટલે જ કહેવાય છે કે, આ જગતમાં ઈશ્વરએ પસંદ કરેલ વ્યક્તિ તમારા જીવનને ખુશહાલ બનાવી શકે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક જોડીની ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. આ અનોખો કિસ્સો છે, એમપીના જબલપુરમાં ગામનો.
આ ગામમાં એક અનોખા લગ્ન થયા છે. જેમાં લગ્નમાં .વામન રૂપે 36 ઇંચની ઊંચાઈ ધરાવનાર કન્યાના લગ્ન પાંચ ફૂટ ઊંચા વર સાથે કરવામાંઆવ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે આ લગ્ન પ્રેમ લગ્ન છે. આ યુગલઆઠ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. આઠ વર્ષ પછી તેમના પ્રેમને લગ્નનું રૂપ મળ્યું. આ લગ્ન હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે, સૌથી ખાસ વાત એ છે કે, આ છોટી દુલ્હન બૂગી વૂગીની વિજેતા રહી છે. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. હવે આ તસવીરો વાયરલ થઈ રહી છે.
રીવાના રહેવાસી સંધ્યા અને પ્રભાતે એક સારું ઉદાહરણ બેસાડ્યું છે. રીવાની ઊંચાઈ બાળપણમાં જ બંધ થઈ ગઈ હતી, પોતાના જીવનમાં હતાશ થવાના બદલે તેને પોતાનું જીવન જીવ્યું અને તેમના જીવનમાં પ્રભાત નામના યુવક આવ્યો અને તેની જ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને લાંબા સમયથી એકબીજા સાથે સમય વિતાવ્યો અને આખરે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેના લગ્ન જબલપુર શહેરના હનુમંતલ શિવ મંદિરમાં સામાજિક કાર્યકરોની મદદથી થયા હતા.
આ લગ્ન સમારોહમાં બંનેના નજીકના લોકોએ જ હાજરી આપી છે. મંદિરમાં લગ્ન પહેલા બંનેના કોર્ટ મેરેજ થયા હતા. તેનું રજીસ્ટ્રેશન પણ ત્યાં થઈ ગયું છે. આ પછી, સંધ્યાને કોઈ સમસ્યાનો સામનો કરવો ન જોઈએ પ્રભાત અને સંધ્યા આ લગ્નથી ખૂબ જ ખુશ છે. હાલમાં આ લગ્ન ચર્ચાનો વિષય બનતા સૌ આ નવદંપતીઓને આશીર્વાદ પણ આપી રહ્યા છે. ખરેખર આ કપલ હાલમાં સૌકોઈના દિલોમાં છવાઈ ગયા છે.