નીતા અંબાણીએ પોતાનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ પુરા વિશ્વને બતાવ્યો ! us ના ઉપરાષ્ટ્રપતિએ રાખેલ ડિનરમાં ગુજરાતી પટોળું પેહરીને પોહચ્યાં, કિંમત છે લાખોમાં….
નીતા અંબાણી તથા મુકેશ અંબાણી વિશે જો વાત કરવામાં આવે તો મુકેશભાઈ અંબાણીએ પોતાનું નામ આખા વિશ્વની અંદર શુમાર કરી નાખ્યું છે જયારે તેની સાથો સાથ કદમ મેળવીને જ તેમના પત્ની નીતા અંબાણી પણ ચાલી રહ્યા છે, તમને ખબર જ હશે કે નીતાબેન અંબાણી પણ હાલ અનેક બિઝનેસને સંભાળી રહ્યા છે. આ કારણને લીધે જ જેટલા મુકેશભાઈ અંબાણી ચર્ચિત રહે છે તેટલા જ નીતા અંબાણી પણ પ્રખ્યાત છે.

એવામાં સોશિયલ મીડિયા પર અવારનવાર અંબાણી પરિવાર છવાયેલું જ રહે છે અને અનેક વખત આ પરિવારને લગતી અનેક એવી બાબતો તથા અનેક એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે, એવામાં સોશિયલ મીડિયા પર નીતાબેન અંબાણીની સાડીની આ ખાસ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે હાલ થોડા દિવસ પેહલા જ બિઝનેસમેન મુકેશભાઈ અંબાણી તેમના પત્ની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના ‘વાઈટ હાઉસ’ દ્વારા આયોજિત ડિનરમાં ગયા હતા.

એવામાં અમેરિકાના ઉપરાષ્ટ્ર પતિ એવા કમલા હૈરીસ દ્વાર આયોજિત સ્ટેટ લંચની તસવીરો સામે આવી હતી જેમાં નીતાબેન અંબાણી પોતાના ટ્રેડિશનલ લુકને બતાવીને આપણી ભારતીય સંસ્કૃતિ તથા ગુજરાતી સંસ્કૃતિને વિશ્વના સ્તર પર ઉજાગર કરી હતી.સ્ટેટ લંચ પર નીતા અંબાણીએ પહેરેલી આ સાડી ગુજરાતનું ‘ડબ્બ્લ ઈક્કત પટોળું’ છે. આ પટોળાની અંદર જોવામાં આવી રહ્યું છે કે સાડીના પલ્લુની અંદર અનેક દુર્લભ ડિઝાઈનો છે, એટલું જ નહીં નીતાબેન અંબાણીએ આ પટોળાને મેચિંગ ઈયરિંગ્સ તથા ડાયમંડ નેકપીસ સાથે પોતાના લુકને શું શોભન આપ્યું હતું.

હવે તમને વિચાર આવશે કે નીતા અંબાણીએ આ સાડી પેહરી છે એટલે આ સાડીની કિંમત ઓછી તો હશે નહીં, તો મિત્રો આ વાત સાચી જ છે. નીતાબેન અંબાણીએ પહેરેલી આ સાડીની કિંમત હજારો નહીં પરંતુ લાખો રૂપિયા છે. તમને જાણતા જ આંચકો લાગી જશે કે આ સાડીની કિંમત 1 લાખ 40 હજાર રૂપિયાની છે. ગુલાબી રંગનું આ ‘ડબલ ઈક્કત પટોળું’ ડિઝાઈનર નિર્મલ સાલ્વીના કલેક્શન દ્વારા પીક કરવામાં આવ્યું હતું.