EntertainmentIndiaNational

અમિતાભ બચ્ચન પર BMC સંકટ મદદ માટે કોર્ટમા ગુહાર પરંતુ માત્ર 3 અઠવાડિયાંનો જ છે સમય પછી

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ ની લોકપ્રિયતા આખા વિશ્વમાં ફેલાયેલી છે. લોકો ને હિન્દી ફિલ્મો અને હિન્દી કલાકારો ઘણા પસંદ આવે છે તેવામાં આપણે અહીં એક એવાજ કલાકાર વિશે વાત કરવાની છે કે જેમણે આખા બોલીવુડ પર પોતાની છાપ છોડી છે અને કરોડો લોકોના દિલ પર રાજ કરે છે.

મિત્રો આપણે અહીં બોલીવુડ ના માહાનાયક અને બિગ બી અમિતાભ બચ્ચન વિશે વાત કરવાની છે. આપણે સૌ જાણીએ છિએ કે બોલીવુડ પર ઘણા લાંબા સમયથી અમિતાભ બચ્ચન નું રાજ છે. તેમણે હિન્દી ઉપરાંત અન્ય ફિલ્મો માં પણ કામ કર્યું છે. આપણે સૌ જાણીએ છિએ કે અમિતાભ બચ્ચન ઘણા જ ગુણી છે અને અનેક કલા માં માહિર છે જો વાત તેમના અવાજ અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે અમિતાભ બચ્ચન નાં અવાજ ના દીવાના ઘણા લોકો છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં પણ અમિતાભ બચ્ચન અનેક ફિલ્મ અને કાર્યક્રમ સાથે જોડાયેલા છે. તેઓ ઘણા જ ધનવાન છે અને અઢળક સંપત્તિ ના માલિક છે આજે પણ દેશ વિદેશ અને સોશ્યલ મીડિયા પર પણ અમિતાભ બચ્ચન ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. મુંબઈ માં આજે પણ તેમના ઘર સામે અનેક લોકો માત્ર તેમની એક ઝલક જોવા માટે રાહ જોતાં રહે છે.

પરંતુ આજે લોકોમાં આટલી મોટી લોકપ્રિયતા ધરાવતા અમિતાભ બચ્ચન ઘણી મુશ્કેલીઓ માં છે અને હવે તેઓ મદદ માટે કોર્ટ માં પણ પહોંચી ગયા છે. પરંતુ ત્યાં પણ તેમને કોઈ મોટી રાહત મળી નથી. હવે જો વાત કરીએ અમિતાભ બચ્ચન પર આવેલા સંકટ અંગે કરીએ તો જણાવી દઈએ કે એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચનના લક્ઝરી બંગલા પ્રતિક્ષા પર BMC નો બુલડોઝર ચાલવા જઈ રહીયો છે. આ બુલડોઝર ને રોકવા માટે બિગ બી હાઈકોર્ટ પહોંચ્યા છે.

વાસ્તવ માં અમિતાભ બચ્ચનના ઘર પાસે આવેલા સંત જ્ઞાનેશ્વર માર્ગને પહોળો કરવામા આવી રહ્યો છે જેના કારણે અમિતાભ બચ્ચન ના બંગલાની દિવાલ તોડવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ રસ્તો પ્રતિક્ષા બંગલાથી શરૂ થઈને ઈસ્કકોન મંદિર સુધી જાય છે. એક રિપોર્ટ અનુસાર જુહુમાં બચ્ચન પરિવાર દ્વારા ખરીદાયેલો આ પહેલો બંગલો છે. આ લક્ઝરી બંગલાથી અમિતાભ બચ્ચનના પિતાની યાદો જોડાયેલી છે.

જણાવી દઈએ કે જ્યાં રસ્તો પહોલો કરવામાં આવી રહ્યો છે તે એરિયામાં અમિતાભ બચ્ચનના ત્રણ બીજા બંગલા આવેલા છે. જણાવી દઈએ કે હાલમાં જુહુના સંત જ્ઞાનેશ્વર માર્ગની પહોળાઈ 45 ફૂટની છે. જેને વધારીને 60 ફૂટ કરવાની છે જેથી ટ્રાફિક ની સમસ્યા ના સર્જાઈ. હવે પોતાના ઘારને બચાવવા માટે અમિતાભ બચ્ચ હાઈકોર્ટ પહોંચ્યા છે. પરન્તુ જણાવી દઈએ કે હાઈકોર્ટે દ્વારા અમિતાભ બચ્ચનને માત્ર 3 અઠવાડિયા સમય આપ્યો છે જેથી તેઓ પોતાનો પક્ષ રજૂ કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *