સેનેગલ માં થયો ગમખ્વાર અકસ્માત ! એકસાથે 40-લોકો ના મોત, 87-ઘાયલ 3-દિવસ નો રાષ્ટ્રીય શોક જાહેર, જુઓ તસ્વીર.
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા કરે છે. રોજબરોજ અકસ્માત થતાં કેટલાય લોકો મોતને ભેટતા હોય છે. ભારતમાં અકસ્માત થવાની ઘટના બનતી જ હોય છે. પરંતુ હાલ વિદેશમાંથી એક એવી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે કે જેને સાંભળીને રુવાટા બેઠા થઈ જશે. અકસ્માતમાં ટોટલ 40 લોકોના દર્દનાક મોત નીપજ્યા હતા. તો 87 લોકો ને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના આફ્રિકન દેશ સેનેગલમાં બની હતી. જેમાં બે બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં આખી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં જાણવા મળ્યું કે એક બસનું ટાયર ફાટી જતા બસ બેકાબુ થઈ ગઈ હતી. જેના બાદ બસ અન્ય બીજી બસ સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેના કારણે બંને બસોમાં સવાર 125 લોકો આ ઘટનાનો ભોગ બન્યા. 40 લોકોના દર્દનાક મોત થયા. 87 લોકો ને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા.
આ ઘટના બાદ સેનેગલના રાષ્ટ્રપતિ મેકી સૈલે જણાવ્યું કે આ ઘટના કાફરીના ક્ષેત્રના ગનીબી ગામમાં સવારે 3:30 વાગે થઈ હતી. તેને જણાવ્યું કે તે પીડિતોની પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના. રાષ્ટ્રપતિ એ આખા દેશમાં ત્રણ દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી.
આ ઘટના નેશનલ રોડ નંબર 1 પર બની હતી. આમ આફ્રિકન દેશ સેનેગલ માંથી આ ભયંકર દર્દનાક ઘટના સામે આવી હતી. જેને સાંભળીને લોકોના રુવાટા પણ બેઠા થઈ જાય છે. અકસ્માતના ફોટા પણ સામે આવેલા છે. જેમાં જોઈ શકાય છે કે બે બસ નો કુરચે કુરચો બોલી ગયો છે. આજુબાજુ ભારે ટ્રાફિક જમણા દ્રશ્યો સર્જાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!