ભયંકર અકસ્માત ! ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ઇકો કાર નો કુરચો બોલી ગયો…જુઓ ફોટા.

ગુજરાત મા અકસ્માત થવાનો સિલસિલો ચાલુ જ છે. ગુજરાત માં રોજબરોજ અકસ્માત ની ઘટનાઓ સામે આવતી જ રહે છે. અને લોકો બહોળા પ્રમાણ માં અકસ્માત નો ભોગ બનતા હોય છે. હાલમાં જ ભાવનગર માં એક અકસ્માત ની ઘટના સામે આવી હતી જેમાં એકસાથે ચાર લોકો ના અકસ્માતે મોત થયા હતા. અને પાછી હવે બનાસકાંઠા માંથી અકસ્માત ની ઘટના સામે આવી છે. જેમા બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

બનાસકાંઠા ના અમીરગઢ તાલુકા ના ધનપુરા ના પાટિયા નજીક એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે તેમાં કોઈ નું મૃત્યુ થયું ન હતું. અમીરગઢ તાલુકા ના પાટિયા પાસે નેશનલ હાઇવે નજીક એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ઘટના માં બે લોકો ને ઈજાઓ થવા પામી હતી. જેને તાત્કાલિક ના ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. આ અંગે આજુબાજુ રસ્તા પર થી પસાર થતા રાહદારીઓ ને ભારે મુશ્કિલો નો સામનો કરવો પડ્યો હતો. અને થોડા સમય માટે ટ્રાફિક જામ થવા પામ્યો હતો. એક્સીડંટ માં ઇકો કાર નો આગળનો ભાગ નો કુરચો બોલી ગયો હતો. આ બાબતે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.