ગુજરાત માં કાયદો વ્યવસ્થા જાળવવા ચર્ચિત IPS નિર્લિપ્ત રાય ને સોંપાય આ જવાબદારી…જાણો વિગતે.
ગુજરાત માં કાયદો અને વ્યવસ્થાઓ જાળવવા ગુજરાત ની પોલીસ ખુબ જ સારી કામગીરી બજાવી રહી છે. ગુજરાત માં હાલના સમય માં જો કોઈ ચર્ચિત આય.પી.એસ ઓફિસર જો કોઈ હોય તો તે છે નિર્લિપ્ત રાય. નિર્લિપ્ત રાય છેલ્લા 4-વર્ષ થી અમરેલી જિલ્લા માં એસ.પી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. એવામાં તેની કામગીરી ને જોતા તેમને વધુ એક ચાર્જ સોંપવામાં આવ્યો છે.
એસ.પી નિર્લિપ્ત રાય સ્ટેટ મોનીટરીંગ સેલના વડા તરીકે ચાર્જ સાંભળતાની સાથે દારૂ અને જુગાર પર કડક અંકુશ લેવાનો શરુ કરી દીધો હતો. તેમને ફોન નંબર જાહેર કરીને દારૂ અને જુગાર ની પ્રવૃતિઓ પર અંકુશ લાવવાના પ્રયત્ન શરુ કરી દીધા હતા. બાદ તેમની બદલી ગાંધીનગર ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ ના એસ.પી. તરીકે કરવામાં આવતા તેમણે ત્યાં પણ કાયદો વ્યવસ્થા જાળવી રાખવાના ખુબ જ પ્રયત્ન કર્યા હતા.
તેમને દારૂ અને જુગાર ના 150 થી વધૂ ગુનાઓ નોંધી લગભગ 3-કરોડ ના દારૂ ના જથા સાથે કુલ 6-કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આ સાથે જ તેને ઘણા બધા પોલીસ કર્મચારિયો ને સસ્પેન્ડ કર્યા હતા. અત્યારે ગુજરાત ના આય.પી.એસ નિર્લિપ્ત રાય ને પોલીસ મહાનિરીક્ષક કાયદો અને વ્યવસ્થા ની વધારીની જવાબદારી સોંપવામાં આવી છે.
ગૃહ વિભાગ દ્વારા ઘણા બધા પોલીસ અધીકારી ને વધારાના હવાલા ના ચાર્જ સોંપવામાં આવેલા છે. જયારે આય.પી.એસ નીરજ બુડગુજર ને પોલીસ મહાનિરીક્ષક એન્ડ મોર્ડનાઝેશન ની જવાબદારી સોંપવામાં આવી છે. નિર્લિપ્ત રાય ના કામ થી ઘણા બધા ગેરકાનૂની કાર્યો પર નિયંત્રણ લાગી ચુક્યા છે. ગુજરાત માં ગુજરાત પોલીસ ની કામગીરી ને લઈને ગુજરાત પોલીસ ને 2019 માં રાટ્રપતિ કલર્સ પણ મળી ચુક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!