ધગધગતી ગરમી વચ્ચે હવામાન વિભાગ ના નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદ ની મહત્વની આગાહીઓ…જાણો વિગતે.
ગુજરાત માં હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરતા ગુજરાત ના લોકો માટે રાહત ના સમાચાર આવ્યા છે. ગુજરાત માં બપોરે ગરમી નો પારો રોજેરોજ 40-ડિગ્રી ને પર જોવા મળતો હોય છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી બેઠ્યાં છે. લોકો ગરમી થી બચવા દરિયાકિનારા અને સ્વિમિંગ પુલ નો સહારો લેતા હોય છે. હવામાન વિભાગ ની પણ ઘણી આગાહીઓ બહાર આવે છે.
ગુજરાત ના હવામાન વિભાગ ના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વાર વરસાદ બાબતે આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત માં ચોમાસુ બેસતા પહેલા કેરળ રાજય માં ચોમાસુ બેસતું હોય છે અને કેરળ માંથી ધીરે ધીરે ચોમાસુ ગુજરાત તરફ આગળ વધતું હોય છે. કેરળ માં હવે ધીરે ધીરે ચોમાસા ની શરૂઆત થઇ ચુકી છે.
ગુજરાત માં પણ બસ હવે ટૂંક જ સમય માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થવાની છે. આગામી 10-જૂન સુધીમાં ગુજરાત માં પણ વરસાદ ની શરૂઆત થઇ જવાની છે. અને ગુજરાત માં આગામી 15-જૂન સુધીમાં વિધિવત ચોમાસુ બેસી જવાનું છે. આ વર્ષે ગુજરાત માં જુલાઈ અને ઓગસ્ટ મહિમા માં વરસાદ સારો થવાની સંભાવનાઓ છે.
આ વર્ષે ગુજરાત માં સૌરાષ્ટ્ર મા 40-ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવનાઓ છે. જૂન મહિનામા ઉત્તર અને મધ્ય ગુજરાત મા 6 થી 8 ઇંચ વરસાદ થવાની શક્યતાઓ છે. ગુજરાત માટે આ વર્ષે ચોમાસુ સારું રહેવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલે સારા વરસાદ ની આગાહીઓ કરી ને ગુજરાત ના લોકો ને સારા સમાચાર આપ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.