પુનર્જન્મનો નો ગજબનો કીસ્સો ! ચાર વર્ષની બાળકીએ જણાવેલી બધી વાત સાચી પડી અને ડોક્ટર એ પણ માન્ય કે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, પૂનજન્મનાં અનેક બનાવ બનતા હોય છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખ ચોંકાવી દેનાર ઘટના બની છે. જેમાં રાજસ્થાનના રાજસમંદમાં 4 વર્ષની બાળકીએ પોતાના પુનર્જન્મ અંગેની વાત કરી છે. અત્યાર સુધી આપણે ફિલ્મોમાં જ આવી વાત સાંભડી હશે પરતું આ બાળકી એ જે વાત કરી એ ચોંકાવી દેનાર છે.
આ બાળકી ની વાત સાંભળી ને સગાં-સંબંધીઓ અને ગામલોકો બધા સ્તબ્ધ થઈ ગયા છે. બાળકી પાછલા જન્મની વાતો કહી છે અને કહ્યું કે આગલા જીવનમાં તેનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું, આ વાત નાથદ્વારાને અડીને આવેલા ગામ પરાવલથી શરૂ થાય છે. રતન સિંહ ચુંડાવતની 5 દીકરી છે. તે એક હોટલમાં નોકરી કરે છે. છેલ્લા એક વર્ષથી તેમની સૌથી નાની પુત્રી કિંજલ વારંવાર તેના ભાઈને મળવાની વાત કરતી હતી.
પહેલા તો તેમણે તેના પર ધ્યાન ન આપ્યું, પરંતુ બે મહિના પહેલાં એકવાર કિંજલની માતા દુર્ગાએ તેને તેના પિતાને બોલાવવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું, પાપા પિપલાંત્રી ગામમાં છે. પિપલાંત્રી એ જ ગામ છે, જ્યાં ઉષા નામની મહિલાનું દાઝી જવાથી મૃત્યુ થયું હતું. હું જ ઉષા છું.
બાળકી એ કહ્યું કે તેનાં માતા-પિતા અને ભાઈ સહિત સમગ્ર પરિવાર પિપલાંત્રીમાં રહે છે. તે 9 વર્ષ પહેલાં બળી ગઈ હતી. આ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે દુર્ગાએ આ વાત છોકરીના પિતા રતન સિંહને જણાવી તો તેઓ બાળકીને મંદિર અને પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યારે તેમણે ડોક્ટરોને પણ બતાવ્યું તો તેને કોઈ તકલીફ ન હતી.પહેલા જન્મના પરિવારને મળવા માટે વારંવાર જીદ કરવા લાગી.
સૂત્ર મુજબ જાણવા મળ્યું કે ત ઉષા 2013માં ઘરમાં કામ કરતી વખતે ગેસના ચૂલાથી દાઝી ગઈ હતી. ઉષાને બે બાળક પણ છે.આ ઘટના બાદ કિંજલ અને ઉષાના પરિવાર વચ્ચે અનોખો સંબંધ બંધાઈ ગયો છે. કિંજલ પરિવારનાં પ્રકાશ અને હિના સાથે રોજ ફોન પર વાત કરે છે. ઉષાની માતા કહે છે, ‘અમને પણ એવું લાગે છે કે આપણે ઉષા સાથે જ વાત કરી રહ્યા છીએ. ઉષા બાળપણમાં પણ આવી વાતો કરતી હતી.ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે પરંતુ ખરેખર આ ઘટના લીધે ગામ લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.