Gujarat

ફિલ્મ રિલીઝ થતા સિનેમા ઘર ફૂલ થઈ હતા એ વિક્રમ ઠાકોર આજે કેવું જીવન જીવે છે, અચનાક થયું…

Spread the love

ગુજરાતી સિનેમા અનેક કલાકારો આવ્યા અને ગયા પરંતુ કોઈક કલાકાર એવા હોય છે જેની લોક ચાહના ખૂબ જ વધુ હોય છે. ગુજરાતી ફિલ્મ જગતમાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, હિતેન કુમાર એવા કલાકારોએ બાજી મારેલી અને ત્યારબાદ ગુજરાતી સિનેમા એક લોકપ્રિય અભિનેતા એટલે વિક્રમ ઠાકોર જેને ગુજરાતી સિનેમા ખૂબ જ લોકપ્રિયતા મેળવી. જ્યારે તેમની કોઈ ફિલન રિલીઝ થાય તો ફિલ્મો જોવા આતુર હોય છે. એક સમયે તેઓ વાંસળી વગળતા હતા પરંતુ આજે એક લોકપ્રિય અભિનેતા છે.

આજે આપણે તેમના જીવનની સફર વિશે જાણીશું. વીક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરાના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા. શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નહોતા ઈચ્છતા, પરંતુ ૨૦૦૬માં દિગ્દર્શકના કહેવાથી એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ થી કરી જે સફળ રહી

ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો. જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.તેમની કેટલીક સફળ ફિલ્મોમાં રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭), વાગી કાળજે કટારી તારામની (૨૦૧૦), પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧) અને રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)નો સમાવેશ થાય છે. તેમની ૬ ફિલ્મોએ કુલ મળીને રૂપિયા ૩ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના ‘સુપર સ્ટાર’ ગણાવ્યા છે.

તેઓ હાલમાં ગાંધીનગર ખાતે નિવાસ કરે છે. હાલમાં તેઓ ગુજરાતી ફિલ્મઓથી દૂર છે અને આલ્બમ વીડિયો સોંગ તેમજ કોઈ નાના મોટા અભિનયના કામ સાથે જોડાઈ ચુક્યા છે. વિક્રમ ગુજરાતી સિનેમામાં અનેક એવોર્ડ મેળવેલા છે અને હાલમાં તેઓ સોશિયલ મીડિયા થકી ખૂબ જ દર્શકો સાથે જોડાય રહે છે. હાલમાં ભલે તેમની કોઈ ફિલ્મો ન આવી પણ લોકપ્રિયતા ખૂબ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *