આણંદ- અવકાશ માંથી ગોળ ગોળ ધાતુ જેવા પદાર્થ પડતા લોકો માં ભય નો માહોલ સર્જાયો.
દુનિયા માં અવારનવાર અવકાશ માંથી અવકાશીય પદાર્થો પડતા જ હોય છે. ક્યારેક અવકાશ માંથી મોટી મોટી ઉલ્કાઓ પડતી હોય છે. અને જ્યાં પડે ત્યાં મોટા મોટા ખાડાઓ નું નિર્માણ કરી દે છે. અને ક્યારેક બીજા કેટલાય અવકાશીય પદાર્થો જમીન ઉપર પડતા હોય છે. હાલમાં જ આણદ જીલા ના ઉમરેઠ તાલુકાના જીતપુરા, દાગજીપુર અને ખાનકૂવા માં કેટલાક અવકાશી પદાર્થો પડ્યા છે.
આ ગામમાં પદાર્થો પડ્યા છે તેવી માહિતી મળતા જ ગામ માં લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા છે. લોકો ભારે સંખ્યામાં આ અવકાશી પદાર્થો ને જોવા ઉમટી પડ્યા છે. આવી જ એક ઘટના થોડા સમય પહેલા મુંબઈ અને દેશ ના અન્ય ઘણા વિસ્તારો માં બની હતી. મુંબઈ અને કેટલાક અન્ય વિસ્તારો માં ચાયનીઝ સ્પેશ ના કેટલાક પદાર્થો પડ્યા હતા.
આણંદ ના ગામમાં જે પદાર્થો પડ્યા છે તે પણ કદાચ અવકાશીય સ્પેશ ના કેટલાક પદાર્થો હોય શકે તેવું પ્રાથમિક અનુમાન છે. આ માહિતી પોલીસ ને મળતા જ પોલીસ દોડી આવી હતી. અને પોલીસે આ બાબત ના સક્ષમ વિભાગ ને જાણ કરી હતી.
આ અવકાશીય પદાર્થ પડતા ગામમા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. લોકો કેટલાક અંશે ભય અનુભવી રહ્યા હતા. આ પદાર્થો એક કાચા મકાન પર પડતા મકાન ને સામાન્ય સામાન્ય નુકશાન થયું હતું. પોલીસે આવીને તમામ પદાર્થો કબ્જે લીધા હતા. હવે સક્ષમ લોકો આ પદાર્થો ની તપાસ કર્યા બાદ જ જાણ થશો કે આ પદાર્થો શું છે?