Entertainment

અનિલ અંબાણી ગર્લફ્રેન્ડ ટીના મુનીમ ને લગ્ન માટે પ્રપોઝ કરવાના હતા ત્યાં જ મૂકેશ અંબાણીએ કર્યું એવું કે તેમની યોજના ….જાણો શું થયું

દુનિયાના ટોપ 10 બીજનેસમેન માના એક મુકેશ અંબાણી અને તેમના પરિવાર ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. ધીરુભાઈ અંબાણી ના 2 દીકરાઓ મુકેશ અને અનિલ અંબાણી એ બીજનેસ જગતમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. જેટલા મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પોતાની પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં જોવા મળી જાય છે એટલા  જ તેઓ પોતાની લવ લાઈફ ને લઈને પણ સુરખીઓમાં જોવા મળ્યા હતા. ધીરુભાઈ અંબાણી ના નાના દીકરા અનિલ અંબાણિ બૉલીવુડ અભિનેત્રી ટીના મુનિમ ને દિલ આપી બેઠા હતા.

અનિલ અંબાણી ટીના સાથે લગ્ન કરવા માંગતા હતા અને આના માટે તેમણે ટીના ની માટે સરપ્રાઇજ વેડિંગ પ્રપોઝલ નો પ્લાન તૈયાર કર્યો હતો. વાસ્તવમાં અનિલ અંબાણી એ ટીનાને પોતાના માતા – પિતા ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન ને મેળવવાના બહાને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ટીના ને આ અંગે કોઈ જાણકારી નહોતી. અનિલ અંબાણી જ્યારે ટીના ને ઘરે લઈને આવ્યા તો ત્યારે તેમણે ટીના ને પોતાના ભાઈ મુકેશ અંબાણી સાથે એકલા મૂકવાની ભૂલ કરી દીધી છે.

જેવી ટીના ને મુકેશ અંબાણિ એ એકલી જોઈ તો તેમણે ભાઈ ના પૂરા પ્લાન ની પોલ અભિનેત્રી સામે ખોલી નાખી. જોકે આ દરમિયાન અનિલ અંબાણી ની બહેનો એ આ વાત સાંભળી લીધી હતી અને આને એક મજાક ગણાવીને ભાઈની ભૂલ ને સાંભળી લીધી હતી. પરંતુ મુકેશ અંબાણી ની આ વાત સાંભળીને ટીના થોડી સતર્ક થઈ ગઈ હતી, તમને જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો ખુદ અનિલ અંબાણી એ સિમી ગ્રેવાલ ના શોમાં કર્યો હતો. અનિલ અંબાણી અને ટીના મુનિમ ની લવ સ્ટોરી બિલકુલ સરળ નહોતી.

બંને એ પોતાના રિલેશનશિપ દરમિયાન બહુ બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. બંને ના પરિવારના લોકો પણ તેમના સબંધ થી વિરુધ્ધ હતા. જોકે જ્યારે બંનેના પરિવારના લોકોએ તેમણે મળવાની ના કહી હતી ત્યારે બંને એ પોતાના સબંધ ને પૂરો કરી નાખ્યો હતો. લગભગ 4 વર્ષ સુધી બંને એ કોઈ વાતચીત કરી નહોતી. જોકે 4 વર્ષ પછી એક ફોન કોલ દ્વારા બંનેની દૂરીઓ પૂરી થઈ હતી. આ ફોન નું કારણ હતું ભૂકંપ. વાસ્તવમાં થયું કઈક આવું કે લોર્સ એંજેલીસ માં ભૂકંપ આવ્યો હતો જેની જાણ અનિલ અંબાણી ને થઈ ગઈ હતી અનિલને ટીના ની ચિંતા થઈ હતી અને આથી તેમણે ટીના ને ફોન કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *