Entertainment

વેડિંગ વેન્યું ની શોધ માં રાઘવ અને પરિણીતી ચોપડા એરપોર્ટ પર કઈક આવા લૂકમાં નજર આવ્યા

Spread the love

અભિનેત્રી પરિણીતી ચોપડા અને રાજનેતા રાઘવ ચઢ્ઢા જલ્દી જ લગ્ન ના પવિત્ર બંધાવાના છે. બંને એ આ વર્ષની શરૂઆતમાં જ 13 મેં 2023 ના રોજ એક સુંદર સગાઇ સમારોહ આયોજવામા આવ્યો હતો. ત્યારથી જ આ કપલ પોતાના લગ્નની  તૈયારીઓને લઈને શહેર ની અંદર અને બહાર જતા જોવામાં આવ્યા છે. અત્યારે તો કપલ ન આ લગ્નનની તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ તેઓ થોડા મહિનાઓથી વેડિંગ વેન્યુ ની શોધ કરી રહયા છે.હાલમાં જ આ કપલ ને એરપોર્ટ પર એકસાથે સપોર્ટ કરવામાં આવ્યા હતા.

11 ઓગસ્ટ એટલે કે શુક્રવાર ના રોજ સવારે પરિણીતી અને રાઘવ ને પેપરાજી એ એરપોર્ટ પર જોયા હતા. બંને પોતાની કારની બહાર નીકળીને સુરક્ષા તપાસ બાજુ જતા દેખાઈ રહ્યા હતા.આ કપલ નીલા રંગના આઉટફિટમાં નજર આવી રહયા હતા જ્યાં બંને એ ટ્વીનીંગ કરી હતી. પરિણીતી સફેદ ટોપ ની ઉપર લાંબા નીલા કોટ અને મેચિંગ પેન્ટમાં બહુ જ ખુબસુરત લાગી રહી હતી , તેમને પોતાના લુકને વ્હાઇટ સ્નીકર્સ અને ડાર્ક સનગ્લાસિસ ની સાથે પેયર કર્યા હતા, ત્યાં જ રાઘવ હળવા નીલા રંગના ચેક શર્ટ ની સાથે કાળા રંગના પેન્ટ અને ભૂરા રંગના શૂઝ માં જોવા મળ્યા હતા.

એરપોર્ટ ની અંદર આવતા પહેલા તેમને કેમેરાની સામે હાથ હલાવ્યો અને સ્માઈલ પણ કરી હતી. તેમના સબંધ ની અફવાઓ ત્યારથી જ શરુ હતી જ્યારે તેઓ મુંબઈમાં ડિનર ડેટ પર એકસાથે જોવા મળ્યા હતા. પરિણીતી અને રાઘવ એ ઓફિશિયલ રીતે સગાઇ થયા સુધી કોઈ અફવાઓ પર કમેન્ટ નહોતી કરી. દિલ્લી માં આયોજિત એક ખાનગી સમારોહ માં તેમને એકબીજાને અંગૂઠી પહેરાવી. જેમાં પરિણીતા ની બહેન પ્રિયંકા સહીત નજીકના મિત્રો અને પરિવારના લોકો ઉપસ્થિત હતા.

પરિણીતી અને રાઘવ એ પોતાના આ ખાસ દિવસની ખુબસુરત તસવીરો ઈનસ્ટરાગ્રામ પાર શેર કરી હતી જે દરેક ના દિલને સ્પર્શી રહી હતી. આ અવસર પાર પરિણીતી મનીષ મલ્હોત્રા ના શાનદાર આઉટફીટમાં નજર આવી હતી જ્યારે પવન સચદેવ એ રાઘવ ને એક સફેદ અચકન પહેરાવ્યું હતું. આ વચ્ચે વેડિગ વેન્યુનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી પરંતુ એવી અફવાહ છે કે પરિણીતી અને રાઘવ એ પોતાની ડેસ્ટિનેશન વેડિગ માટે ઉદયપુર ને પસંદ કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ કપલ ઉદયપુર ના ‘ ધ ઓબેરૉય ઉદયવિલાસ ‘ માં લગ્ન કરશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *