મુંબઈ મા અંકિત વાઘેલા એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ….
અત્યારે હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે નાના ગામડાઓથી લઈને મોટા શહેરોમાં પણ લોકો નાની એવી વાતને લઈને આત્મહત્યા જેવુ મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે મુંબઈ થી પણ એક આવો જ દુખદ કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં એક 29 વર્ષના યુવાને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુકવ્યું હતું. જાણવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈસ્ટ માં આવેલ સંતોષી માના મંદિર પાસે 29 વર્ષનો અંકિત વાઘેલા પોતાની માતા સાથે રહેતો હતો અને છેલ્લા 4 વર્ષથી અંકિત એક મહાકાલ ઇવેંટ્સ નામની ઇવેંટ કંપની ચલાવતો હતો .જેમાં ઇવેંટને લગતી કામગીરી તેના દ્વારા કરવામાં આવતી હતી.
જેમાં કેટરસ, કાર્યક્રમનું મેનેજમેંટ કરવું, લગ્નની ઇવેંટ, કે આની કોઈ ઇવેન્ટમાં તે પોતાના લોકોને મોકલીને કામ કરતો હતો. અત્યાર સુધીમાં અંકિત એ 300 કરતાં વધારે આવી ઇવેંટ નું આયોજન પોતાના પાર્ટનર સાથે મળીને કર્યું હતું , અચાનક જ શનિવારના રોજ જ્યારે ઘરે કોઈ નહોતું ત્યારે યુવાનને આત્મહત્યા કરીને મોત ને વહાલ કર્યું હતું. આ ઘટના બનતા પરિવારના લોકો આ પગલું ભર્યા પાછળનું કારણ શું હોય શકે તે અંગે તપાસ કરી રહ્યા છે કેમકે યુવાનને કોઈ પણ ટેન્શન કે કોઈ પ્રકારની તકલીફ નહોતી આમ છતાં યુવાન દીકરાએ આપઘાત કરી લેતા પરિવારના લોકો શોકમાં મગ્ન જોવા મળ્યા હતા.
આ ઘટના અંગે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે અને એક્સિડેંટલ કેસ નોંધીને આગળનું કાર્યવાહી હાથ ધરી છે ત્યાં જ પરિવારના લોકો દ્વારા આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે આ પગલું ભરતા પહેલા દીકરા અંકિત સાથે એવું તો કઈક થયું જ છે જેના કારણે તેને આવું અંતિમ પગલું ભર્યું અને મોત ને ભેટયો છે. અંકિતનું આ પગલું ભરતા પહેલા તેના ઇવેંટ કંપની ના લોકો તેને મળવા માટે આવ્યા હતા એવું જાણવામાં આવ્યું છે,અંકિતના ભાઈ રિતેશ વાઘેલા જે અંધેરીમાં રહે છે તેમણે ‘ મિડ ડે ‘ ને આ ઘટના અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે અંકિતના કામમાં પેમેન્ટ આવતાં વહેલું-મોડું થતું હતું. કોઈ પણ પાર્ટી કામ પછી બધું પેમેન્ટ તરત કરતી હોતી નથી. એને કારણે સ્ટાફના પેમેન્ટમાં પણ આગળ-પાછળ થતું હતું.
ઘણા લોકોને તેણે ફિક્સ પણ રાખ્યા હતા. તેઓ અંકિત પાસે ઘણા સમયથી કામ કરતા હતા. જોકે અંકિતને ત્યાં કામ કરતાં એક છોકરો-છોકરી અને અન્ય એક છોકરો અંકિતના સુસાઇડ પહેલાં ઘરે આવ્યાં હતાં. તેમની પાસેથી અંકિતે પૈસા લીધા હતા એવું તેઓ કહે છે. સુસાઇડ પહેલાં આ ત્રણે જણ ઘરે ગયાં હતાં અને અંકિત સાથે ઝઘડો કરીને અપશબ્દો બોલ્યાં હતાં, જે આસપાસના રહેવાસીઓએ પણ સાંભળ્યું હતું.ઘરે કોઈ નહોતું ત્યારે આ બનાવ બન્યો હતો એમ જણાવીને રિતેશ વાઘેલાએ કહ્યું હતું કે ‘મમ્મી અને હું મારા મોટા પપ્પાની અંતિમયાત્રામાં હતા ત્યારે આ બનાવ બન્યો હતો. મમ્મી ઘરે ગઈ ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો પડ્યો હતો
અને અંકિત પંખા પર લટકતો હતો. પેલા ત્રણે જણ અંકિત સાથે ઝઘડીને અને અપશબ્દો બોલીને નીચે જ ઊભા હતા. મમ્મી ભાગીને બહાર આવી હતી અને આસપાસના લોકોને મદદ માટે બોલાવ્યા હતા. એ વખતે આ ત્રણે જણને મમ્મીએ જોતાં તેમને ત્યાંથી ભગાવી દીધા હતા. અંકિત ખૂબ નીડર હતો. તે ક્યારેય સુસાઇડ જેવું પગલું ભરે એમ નહોતો. એટલા સમયમાં એવું તો શું થયું કે અંકિતે આવું પગલું લીધું? એથી આ કેસની પોલીસ ઝીણવટભરી તપાસ કરે અને અમારી ફરિયાદનો એફઆઇઆર નોંધે એવી અમારી માગણી છે. અમે પણ બધે એ જ તપાસ કરી રહ્યા છીએ કે તેણે સુસાઇડ કર્યું એનું ખરું શું કારણ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!