વિરાટ કોહલી એ અણનમ 122-રન કરવા પર અનુષ્કા શર્મા થઇ ભાવુક. વિરાટ નો ફોટો શેર કરી જે લખ્યું તે વાંચી ને તમે પણ..
એશિયા કપની મેચો હાલ ચાલી રહી છે. એવામાં ભારત શ્રીલંકા અને પાકિસ્તાન સાથે ની મેચમાં હાર થતાં હવે તેની ફાઇનલમાં પહોંચવાની આશા લગભગ નહિવત થઈ ગઈ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાં ભારતીય બેટ્સમેન એવા વિરાટ કોહલી નો બંલો ઘણા સમયથી ચાલી રહ્યો ન હતો. એવામાં વિરાટ કોહલીએ ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.
એવામાં ભારત અને અફઘાનિસ્તાનની મેચમાં વિરાટનો બંલો ફરીથી ચાલી જતા તેના ચાહકોમાં ફરી ખુશીની લાગણી છવાઈ હતી. ભારત અને અફઘાનિસ્તાનની મેચમાં વિરાટ કોહલી એ નોટ આઉટ થયા વગર 122 રન કર્યા હતા. સાથે 12 ચોગા અને ૬ સિક્સર ફટકારી હતી. તેની સ્ટ્રાઈક રેટ પણ ખૂબ જ ઊંચાઈ પર આવી ગઈ હતી. આ સાથે જ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન રિકી પોન્ટિંગ ની પણ બરાબરી કરી લીધી છે.
View this post on Instagram
વિરાટ કોહલીની આ આંતરરાષ્ટ્રીય મેચમાં 71મી સદી હતી. વિરાટ કોહલી આ 71મી સદી ફટકારતાની સાથે જ તેને તેનો શ્રેય પોતાની પત્ની અનુષ્કા શર્મા અને તેની પુત્રી વામિકાને આપ્યો હતો. તેને સદી ફટકાર્યા બાદ તરત જ તેને પોતાની વીંટી ઉપર કિસ કરી હતી. અને કહ્યું હતું કે એક વ્યક્તિએ મને અહીં પહોંચવામાં ખૂબ જ મદદ કરી તે અનુષ્કા છે.
આ સાથે જ અનુષ્કા શર્માએ instagram ઉપર ભાવુક પોસ્ટ કરી હતી. જેમાં વિરાટ કોહલી નો ફોટો શેર કરેલો હતો અને વિરાટ કોહલી ને 71 ની સદી ફટકારવા બાબતની શુભકામનાઓ પાઠવી હતી. વિરાટ કોહલી અફઘાનિસ્તાનની મેચમાં 1,020 દિવસો બાદ સદી ફટકારી દેતા ચાહકોમાં ખુશીની લાગણી છવાઈ ચૂકી હતી. આ સદીનો શ્રેય તેને તેની પત્ની અને પુત્રીને આપ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!