કરીના કપૂર પુત્ર જહાંગીર સાથે ગણપતિ બાપ્પા ના દર્શને પહોંચી. પુત્ર જહાંગીરે ગણપતિ બાપ્પા નો લાડવો જોતા જ એવું કર્યું કે.. જુઓ ફોટા.
સોશિયલ મીડિયા પર બોલીવુડના અભિનેતા કરીના કપૂર ખાન અને તેના પતિ સેફ અલી ખાન કોઈને કોઈ બાબતે સમાચારોની હેડલાઈન બનાવતા હોય છે. કરીના કપૂર ખાન પોતાના પતિ અને બાળકો તથા પરિવાર સાથેની અનેક તસવીરો સોશિયલ મીડિયા દ્વારા શેર કરતી હોય છે. અને લોકોને ખાસ એવી પસંદ પણ આવતી હોય છે. આજે કરીના કપૂર ખાન અને સેફલી ખાન ભારત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ ખ્યાતના ધરાવે છે.
એવામાં હાલ ભારતમાં ગણેશ ઉત્સવનો પવિત્ર કાર્યક્રમ ચાલતો હોય ઠેર ઠેર થી અનેક એવા ફોટાઓ અને વિડિયો ગણેશ ઉત્સવના સામે આવતા હોય છે. એવામાં કરીના કપૂર ખાન તેના પુત્ર જહાંગીરને લઈને ગણપતિ બાપા ના દર્શન કરવા પહોંચી હતી. જેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કરીના કપૂર સુંદર રીતે તૈયાર થઈને આવી છે અને તેના પુત્ર જહાંગીરને પોતાના ખોળામાં બેસાડેલો છે.
પહેલા ફોટામાં જોઈ શકાશે કે માતા અને પુત્ર ગણપતિ બાપા ના દર્શન કરી રહ્યા છે. ત્યારે પુત્ર જહાંગીરની નજર ગણપતિ બાપા ના પ્રસાદ ઉપર પડે છે. કે જેમાં અમુક ફ્રુટ અને ગણપતિ બાપા નો લાડવો મુકેલો હોય છે. બીજા ફોટામાં જોઈ શકાશે કે કરીના કપૂર ખાનનો પુત્ર જહાંગીર થાળીમાંથી ગણપતિ બાપાના પ્રસાદનો લાડવો ઉપાડે છે. અને આરામથી ખાતો જોવા મળે છે. આમ લોકો આ ફોટો જોઈને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
કેટલાક લોકો આ ફોટોના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ ફોટા ને જોઈ ને ટ્રોલ પણ કરી રહ્યા છે. અને પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આમ કરીના કપૂર ખાન પોતાના પરિવાર સાથેની અનેક તસવીરો શેર કરતી જ હોય છે. અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતી હોય છે. કરીના કપૂરના મુવી ની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જ તેનું મુવી લાલ સિંહ ચઢ્ઢા આવ્યું હતું. પરંતુ આ મુવીને કંઈ ખાસ એવા પ્રતિસાદ મળ્યો ન હતો. અને બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!