India

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ના આ બે ખેલાડીઓ ને લડાઈ ભારે પડી. ICC એ ફટકાર્યો મોટો દંડ.. જુઓ વિડીયો.

Spread the love

હાલમાં એશિયા કપની મેચો ચાલતી હોય એમાં ભારતની પાકિસ્તાન સાથે અને શ્રીલંકા સાથે હાર થતા ભારતની હવે ફાઇનલમાં પહોંચવાની આશા નહિવત થઈ ગઈ છે. આપણે જોતા હોઈએ છીએ તેમ ક્યારેક બે દેશો એવા હોય કે જે પહેલાથી જ દુશ્મના ભરાવટ હોય તેવા બે દેશો એકબીજા સામે ક્રિકેટ મેચમાં ટકરાતાની સાથે જ બંને દેશના ખેલાડીઓ પણ એકબીજા સાથે અથડામણો કરતા જોવા મળતા હોય છે.

એશિયા કપમાં પણ એવી જ બે ટિમો સામસામે ટકરાતા ફરી પાછું ક્રિકેટ નું મેદાન જાણે કે યુદ્ધનું મેદાન હોય તેવી રીતના બે ખેલાડીઓ ટકરાના હતા. એશિયા કપ 2022 માં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની મેચ દરમિયાન અફઘાનિસ્તાનના બોલર ફરી અહમદ સાથે પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલી બંને એકબીજા સાથે ઝઘડો કરતા જોવા મળ્યા હતા. જેમાં આ મેચમાં ફરીદે આસિફને આઉટ કર્યો હતો ત્યારબાદ તે તેની પાસે ગયો તો તે ખૂબ જ આક્રમક રીતે તેની પાસે ગયો અને વિકેટ લેવાની તે ઉજવણી કરતો હતો.

આ કામ પાકિસ્તાનના ક્રિકેટર આસિફ ને ગમ્યું નહીં અને તેને હાથ વડે ધક્કો મારીને ફરીદ અહમદને દૂર ખસેડી દીધો. થોડીવાર બાદ આસિફે પોતાનું બેટ લઈને જાણે કે તે ફરીદ ને બેટ મારવાની કોશિશ કરતો હોય તેમ કોશિશ કરતો હતો. ત્યારબાદ અફઘાનિસ્તાન ના ખેલાડીઓ અને અમ્પાયર વચ્ચે પડવાને કારણે આ મામલો શાંત પડ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.. જુઓ વિડીયો.

આ બાદ આઈસીસી એ બંને ખેલાડીઓને દંડ ફટકાર્યો હતો. અને બંને ખેલાડીઓ ઉપર મેચ ફી ના 25% નો દંડ લગાવ્યો હતો. આ પહેલીવાર નથી કે પાકિસ્તાનનો આસિફ અલી વિવાદ માં આવ્યો હોય આ અગાઉ પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં તેને બંધુકની સ્ટાઈલમાં પોતાનું બેટ પકડી રાખ્યું હતું અને કોઈને ગોળી મારી રહ્યો હોય તેવી રીતે ઉજવણી કરી રહ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *