અસલ જીવન માં 3-બાળકો ના પિતા છે ‘પત્રકાર પોપટલાલ’ એક એપિસોડ કરવાનો જે ચાર્જ લે તે જાણી ને થઇ જશે બેભાન,
ભારતમાં પ્રસિદ્ધ કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે દરેક ભારતીય લોકોના ઘરોમાં જોવા મળે છે. taarak mehta ka ooltah chashmah સીરીયલ લોકોને ખૂબ જ પસંદ આવે છે. લોકો આમાં આવતા કલાકારોને ખૂબ જ માન સન્માન આપે છે અને ખૂબ જ પસંદ કરતા હોય છે. છેલ્લા ઘણા સમયથી એક પછી એક કલાકાર સીરીયલ છોડી રહ્યા છે તો નવા કલાકારોની એન્ટ્રી થઈ રહી છે.
પરંતુ આ સીરીયલ શરૂ થઈ ત્યારથી એક પાત્ર એવું છે કે જેની પત્ની હજુ સુધી આવી નથી. આ કલાકાર એટલે પત્રકાર પોપટલાલનું પાત્ર. પત્રકાર પોપટલાલનું સાચું નામ છે શ્યામ પાઠક. પત્રકાર પોપટલાલ સીરીયલમાં જોવા મળે છે ત્યારથી તેના લગ્નની વાત ચાલી રહી છે. પરંતુ હજુ સુધી તેના લગ્ન થયા નથી.
પરંતુ અસલ લાઈફમાં તો પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક ના લગ્ન થઈ ચૂકેલા છે અને તેને લગ્ન બાદ ત્રણ બાળકો પણ છે. પત્રકાર પોપટલાલ ની વાત કરવામાં આવે તો પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા ઇચ્છતા હતા. પરંતુ તેની રુચિ નાટકમાં ખૂબ વધારે પડતી હતી. આથી તેને પોતાનો અભ્યાસ અધવચ્ચેથી છોડીને રાષ્ટ્રીય નાટક સ્કૂલમાં એડમિશન લીધું હતું.
ત્યારથી તેની સફર ધીરે ધીરે શરૂ થઈ હતી અને આજે પત્રકાર પોપટલાલ કરોડોની સંપત્તિના માલિક છે. શ્યામ પાઠક પાસે આલિશાન બંગલો છે. તેની પાસે લક્ઝરી એવી mercedes ગાડી છે. તે અને તેનો પરિવાર ખૂબ જ એશો આરામનું જીવન જીવે છે. શું તમને ખબર છે પત્રકાર પોપટલાલ એક એપિસોડ કરવાના કેટલા પૈસા લે છે?
પત્રકાર પોપટલાલ બાબતે જાણવા મળ્યું કે તે એક એપિસોડ કરવાના દોઢ થી બે લાખ રૂપિયા નો ચાર્જ લે છે. પત્રકાર પોપટલાલની પત્ની નું નામ રેશમી છે કે જેની સાથે તેને પ્રેમ સંબંધ હતો અને ધીરે ધીરે દોસ્તી લગ્ન સંબંધમાં બદલાઈ ગઈ હતી. લગ્ન બાદ બંનેને ત્રણ બાળકો છે. જેમાં તેની પુત્રીનું નામ ડેસ્ટીની અને મોટા પુત્ર નું નામ પાર્થ છે જ્યારે તેના નાના પુત્રનું નામ શિવમ છે. આમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળતા પત્રકાર પોપટલાલ આજે આરામ નું જીવન જીવતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!