કમો કમા ની રીતે! ઉના માં થઇ કમા ની ભવ્ય એન્ટ્રી કમા ની એન્ટ્રી થતા જ લોકો એ કર્યો નોટો નો વરસાદ, જુઓ તસ્વીર.
ગુજરાતમાં નવરાત્રીનો ભવ્ય તહેવાર ચાલી રહ્યો હતો. આ વર્ષે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ અનેરો રહ્યો હતો. આ વર્ષે કલાકારો ની સાથે સાથે ગુજરાતના એ દરેક ઘરમાં પ્રખ્યાત થયેલો દિવ્યાંગ કમો ખૂબ જ છવાયેલો જોવા રહ્યો હતો. કમા ની ઘણી બધી જગ્યાએ રોયલ એન્ટ્રી કરાવવામાં આવી હતી અને કમા ની એન્ટ્રી થતાં જ લોકોના ઉત્સાહમાં બમણો વધારો થઈ રહ્યો હતો.
નવરાત્રીના નવમા નોરતે ઉનામાં મહિલા સંચાલિત ભુતડા દાદા ગરબી મંડળના એસી ગ્રુપ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નવમા નોરતા માં દિવ્યાંગ કમાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેવી કમા ની રોયલ એન્ટ્રી થઈ કે લોકો ના ઉત્સાહમાં બમણો વધારો થયો હતો અને કમા સાથે લોકો સેલ્ફી પડાવવા માટે પડાપડી બોલાવી રહ્યા હતા.
અને કમાએ રસિયો રૂપાળો રંગ રેલીયો ના ગીત ઉપર ખૂબ જ ડાન્સ કર્યો હતો અને લોકોને જુમાવી દીધા હતા. આ નવમાં નોરતે દીપાબેન બાંભણિયા, મનોજ બાંભણિયા, ગુજરાત રાજ્ય કોળી સેના અને કોળી સમાજના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી વગેરે મહેમાનો ખાસ હાજર રહ્યા હતા અને લોકોના ઉત્સાહમાં બમણો વધારો કર્યો હતો.
કમાએ પણ લોકોની સાથે ગરબા લીધા હતા અને સુટ બુટ પહેરીને કમો તૈયાર થઈને આવ્યો હતો. સાથે સાથે કમાની એન્ટ્રી થતાં લોકોએ ત્યાં સાફો પહેરાવીને અને ગિફ્ટ આપીને કમાનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ આ વર્ષે કમો ખૂબ જ છવાયેલ રહે છે કમા નું વ્યક્તિત્વ પણ ખૂબ જ સારું છે. તેને મળતા પૈસા તે તેના ગામ કોઠારીયામાં આવેલી ગૌશાળામાં દાનમાં આપી દે છે. આમ કમા મા માનવતા પણ ખૂબ જ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!