India

અસાની વાવઝોડા એ કર્યો ચમત્કાર, સમુદ્ર માંથી બહાર આવ્યો ”સોનાનો રથ.” જુઓ વિડીયો.

Spread the love

હાલમાં ભારત માં એક વાવાઝોડા એ ખુબ જ જોર પકડેલું છે. ઘણા પૂર્વોત્તર રાજ્યો આ વાવાઝોડા ને લઇ ને હાય એલર્ટ પર છે. આ વાવઝોડા નું નામ છે અસાની. અસાની વાવાઝોડા ને લઇ ને ઓડિશા, બંગાળ જેવા રાજ્યો માં ખાસ તોફાની પવન ફુકાય રહ્યો છે અને તેની સાથે વરસાદ પડી રહ્યો છે. અસાની વાવાઝોડા ને લીધે 85 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે. આ વાવાઝોડું બંગાળ ખાડી તરફ થી ઉત્પન્ન થયેલું છે.

વાવાઝોડા એ એક ચમત્કાર કરી દીધો છે. તમે સાંભળશો તો તમે પણ ચોકી ઉઠશો. અસાની વાવાઝોડા માં મંગળવારે આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના સુન્નાપલ્લી સી હાર્બર ખાતે એક રહસ્યમય સોનાના રંગનો રથ જોવા મળ્યો હતો. આ રથ સમુદ્ર ના પાણી માંથી સોનાનો રથ તરતો તરતો દરિયાકાંઠા ની નજીક આવતો હતો. જેને જોઈ ને લોકો રથ ને દોરડા વડે બહાર કાઢે છે.

નૌપાડા શ્રીકાકુલમ જિલ્લા ના સબ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે આ ઘટનાની જાણ ગુપ્તચર વિભાગને કરવામાં આવી છે. “તે કોઈ અન્ય દેશમાંથી આવ્યો હોઈ શકે છે. તેણે ગુપ્તચર અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે,” એસઆઈએ કહ્યું છે કે, “કદાચ તે કોઈ અન્ય દેશમાંથી આવ્યો હોય. અસાની વાવાઝોડા નુ નિર્માણ દક્ષિણ ના આંદામાન થી થયું હોવાથી આ રથ મ્યાનમાર, થાઈલેન્ડ, મલેશિયા અથવા ઈન્ડોનેશિયા જેવા આંદામાન સમુદ્રની નજીકના કોઈ દેશનો હોઈ શકે છે. તેવું જાણવા મળ્યું છે. આ રથ નો આકાર મન્દીર જેવો છે જે દક્ષિણપૂર્વ એશિયાના દેશોના મઠ જેવો છે.

આ રથ ની માહિતી મળતા લોકો રથ ને જોવા ઉમટી પડ્યા છે. લોકો રથ ની સાથે ધાર્મિક લાગણીઓ જોડાઈ ગઈ છે. આ રથ સોના ના જેવો લાગે છે. અને સોનાના રંગ જવો દેખાય છે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. લોકો કહે છે કે આ રથ સમુદ્ર માંથી નીકળ્યો છે. હવે વધુ તપાસ કરતા જાણવા મળશે કે આ રથ કઈ દિશા માંથી આવેલો છે. જુઓ ખાસ વિડીયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *