નવસારી- 65 વર્ષીય માજી બન્યા ભૂંડ ના હુમલાનો ભોગ અને મોત ને ભેટ્યા.
ગુજરાત ના જંગલ વિસ્તાર માં અનેકવાર જંગલી પશુઓના હુમલાઓ સામે આવતા જ રહે છે. મનુષ્યો ઉપર જંગલી પ્રાણીઓ અનેકવાર હુમલા કરતા હોય છે. મનુષ્યો ઉપરાંત બીજા પશુ પ્રાણી પર પણ જંગલી પ્રાણીઓ હુમલો કરી બેસે છે. આવી જ એક ઘટના તાજેતર માં બની છે 65 વર્ષીય માજી પર એક ભૂંડ ના ટોળા એ હુમલો કરતા માજી એ જીવ ગુમાવી દીધો છે.
નવસારી જિલ્લા ના ખેરગામ ના પટેલ ફળિયામાં રહેતા વિજયાબેન અમૃત નાયક પર વાડી વિસ્તાર માં ભૂંડો ના ટોળાએ હુમલો કરતા અંતે તે મૃત્યુ પામ્યા. વિજ્યાબહેન ને પરિવાર માં બે છોકરાઓ છે. તે પોતાના પુત્ર મહેશ સાથે ચારો કાપવા માટે અલગ અલગ વાડી માં ગયા હતા. પુત્ર મહેશ ચારો કાપીને ઘરે આવી ગયો પણ તેની માતા ઘરે ન આવતા તેની શોધખોળ માટે માતા ની પાછળ ગયો હતો.
રાત ના સમયે માતા ની લાશ વાડી માં મળી હતી. બાદ માં માતા ને ગણદેવી આરોગ્ય કેન્દ્ર માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરો એ મૃત જાહેર કર્યા હતા. આખી ઘટના બની ગયા બાદ વન વિભાગ ને આની જાણ કરવામાં આવી હતી. લોકો નું કહેવું છે કે અવારનવાર ભૂંડ સહીત અન્ય પશુઓ વાડી માં આવી ને ખેતરો ના પાકો ને નુકશાન પહોંચાડી જાય છે. પણ તંત્ર દ્વારા અને વન વિભાગ દ્વારા કોઈ ખાસ ધ્યાન આપવામાં આવતું હોતું નથી. અને બાદ કોઈ મોટી ઘટનાનું સર્જન થાય છે.
અવારનવાર ભૂંડો ના ટોળા વાડી માં આવીને ખેતી ના ઉભા પાક ને નુકશાન પહોંચાડતા હોય છે. જેમાં ખેરગામ ના પટ્ટી વિસ્તાર માં અવારનવાર ભૂંડો ના હુમલાઓ થતા હોય છે. લોકો એ વારંવાર ફરિયાદ કરવા છતાં પણ તંત્ર ની કોઈ ખાસ કામગીરી જોવા મળતી નથી. ભૂંડ ના હુમલા ને લીધે અમૃતાબહેન ને ના પગે અને શરીર ના અન્ય ભાગે ખુબ જ ઇજા થઇ હતી.