India

મરાઠી ફિલ્મો થી લઇ બૉલીવુડ ફિલ્મો માં સફળતા મેળવનાર ”અશોક સરાફ” જાણો તેનો સંઘર્ષ…….

Spread the love

બૉલીવુડ મા ઘણા બધા કલાકારો એ ફિલ્મો માં કામ કરી ને લોકો ના દિલો જીતી લીધા છે. ઘણા કલાકારો એવા છે કે તે લોકો મુવી માં જયારે આવે ત્યારે મુવી ની રોનક જ બદલી નાખે છે. એવા જ એક કોમેડી અભિનેતા, મહાન કલાકાર અશોક સરાફ. અશોક શરાફ મરાઠી ફિલ્મો માં ખુબ જ નામ કમાય ચુક્યા છે. બૉલીવુડ માં જે નામ કોમેડી અભિનેતા માં જોની લીવર, કાદર ખાન નુ છે તેવું જ નામ મરાઠી ફિલ્મો માં અશોક શરાફ નું છે.

અશોક સરાફે મરાઠી ફિલ્મો ઉપરાંત 70 થી વધુ બૉલીવુડ ફિલ્મો માં કામ કરી ચુક્યા છે. બૉલીવુડ ફિલ્મો જેવી કે કરન-અર્જુન માંના મુન્શી નું પાત્ર, ગુપ્ત મુવી નું હવલદાર નું પાત્ર વગેરે લોકો ના પ્રિય પાત્રો છે. આમ અશોક સરાફે ખુબ જ સારી રીતે પાત્રો નિભાવેલ છે. તે પોતાના પાત્રો ને ખુબ જ સારી રીતે નિભાવી જાણે છે. અશોક સરાફ દ્વારા 70 જેટલી બૉલીવુડ અને 250 થી વધુ મરાઠી ફિલ્મો માં આભિનય કરેલો છે.

અશોક સરાફ દ્વારા 90 ના દાયકામાં ના મશહૂર ટીવી શો હમ પાંચ માં આનંદ માથુર થી ઘર ઘર માં પોતાનું નામ બનાવેલું છે. અશોક સરાફ ને મરાઠી ફિલ્મો માં સમ્રાટ અશોક કહેવામાં આવે છે. અશોક સરાફ નો જન્મ 4-જૂન 1947 નારોજ મુંબઈ માં થયો હતો. તેમના પિતા ને ઈમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ હતો. તેમના પિતા ની ઈચ્છા હતી કે તેમનો પુત્ર મોટો થઇ ને ભણવામાં આગળ વધે પણ અશોક સરાફ ને નાનપણ થી જ એક્ટિંગ માં શોખ હતો.

અશોક સરાફે 1990 માં નિવેદિતા જોશી સાથે લગ્ન કર્યા હર્તા. અશોક સરાફ ને અનિકેત નામનો એક પુત્ર છે. મરાઠી ફિલ્મો માં 1969 માં જાનકી ફિલ્મ થી ફિલ્મ માં એન્ટ્રી કરી હતી. અશોક સરાફ ની 100 થી વધુ મુવી સુપરહિટ હતી. તેની મુખ્ય ફિલ્મો માં કોયલાં, પ્યાર કિયા તો ડરના ક્યાં, બેટી નંબર 1, સિંઘમ વગેરે જેવી ફિલ્મો માં કિરદાર નિભાવેલ છે. તેમને ઘણા નેશનલ એવોર્ડ મળેલા છે. અત્યારે અશોક સરાફ ખાસ એવા ફિલ્મો માં જોવા મળતા નથી અને અત્યારે તે ગરીબ બાળકો ની સેવા માટે કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *