વલસાડ માં આવેલું આસ્થા નું કેન્દ્ર એટલે વેકરીયાદાદા નું મંદિર, જાણો કઈ રીતે થાય છે મનોકામના પૂરી.

ભારત દેશ ના લોકો ભગવાન પર ખુબ જ આસ્થા રાખે છે. ભારત દેશ માં અનેક મંદિરો આવેલ છે. અને અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે. એમાં પણ હનુમાન દાદા નું નામ લેવાથી લોકો ના બધા જ દુઃખ દર્દ દૂર થાય છે. હનુમાન દાદા ના ગુજરાત માં અનેક મંદિરો આવેલ છે. જેમાંથી એક પ્રસિદ્ધ મંદિર વલસાડ માં આવેલું વેકરીયા દાદા નું મંદિર.

વલસાડ માં આવેલું વેકરીયા દાદા નું મંદિર આસ્થા નું કેન્દ્ર છે. દાદા ના મંદિરે લોકો દૂર દૂર થી દર્શન કરવા આવે છે. વેકરીયા દાદા નું મંદિર વલસાડ ના દરિયા કાંઠે આવેલું છે. લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે.

કહેવાય છે કે હનુમાન દાદા અહીં દરિયામાંથી સ્વમભુ રીતે પ્રગટ થયા હતા. માત્ર દાદા ને તેલ ચઢાવીને લોકોં ની મનોકામના પૂર્ણ થય જતી હોય છે. જ્યારે માછીમારો દરિયાકિનારો ખેડવા જાય છે ત્યારે દાદા ની પાસે માનતા માનીને જાય છે કે જેથી તે લોકો સુરક્ષિત પાછા ફરી શકે. પાછા ફરીને દાદા ના દર્શન કરીને માનતા પૂર્ણ કરે છે.

આપડે લોકો ઘણા બધા ગુજરાત માં દાદા ના મંદિરો એ ગયેલ. એવા જ આ વલસાડ માં વેકરીયા હનુમાન દાદા ના મંદિરે દર્શન કરવાનો લોકો લ્હાવો લેવાથી ભક્તો ની તામામ મોનોકામના પુરી થાય છે. લોકો વારંવાર દાદા ના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Spread the love

Leave a Reply

Your email address will not be published.