Entertainment

લગ્નમાં વરરાજાના મિત્રોએ વરરાજા અને દુલ્હન ને એવી અનોખી ભેટ આપી કે વિડીયો જોઈને હસવું રોકી નહીં શકો… જુવો વિડિયો

Spread the love

ભારતના દરેક લગ્નમાં કઈક ને કઈક અલગ બાબત જોવા મળતી હોય છે. ઘણા લગ્નમાં એવા અજીબ કિસ્સાઓ જોવા મળતા હોય છે જે વર્ષો વર્ષ સુધી યાદ રહી જતાં હોય છે. એવામાં જ્યારથી ઈન્ટરનેટનો જમાનો આવ્યો છે ત્યારથી લગ્નને લઈને અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે જે વાઇરલ થતાં જ પ્રખ્યાત થઈ જતાં હોય છે. આમ તો લગ્નમાં વરરાજા અને દુલહન ના મિત્રો જ રોનક લાવતા હોય છે

અને લગ્નનો આખો માહોલ જ બદલી નાખતા હોય છે જેમાં ઘણીવાર મિત્રોના મસ્તી મજાકના તો ઘણીવાર મિત્રોના ડાંસ વિડીયો જોવા મળી જતાં હોય છે જે લગ્નની રોનક જ વધારી દેતા હોય છે. ત્યારે હાલમાં વધુ એક વિડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે વરરાજાના મિત્રોએ લગ્નની શુભેચ્છાઓ આપવા દરમિયાન એવી વસ્તુઓ ગિફ્ટમાં આપી કે વરરાજો જીવનભર આ ઘટના ક્યારેય નહીં ભૂલી શકે. આપણે જાણીએ છે કે લગ્નમાં દરેક સગા સંબંધીઓ અને મહેમાનો નવ દંપતીઓને શુભેચ્છા ભેટ આપે છે.

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે નવયુગલ સ્ટેજ પર ઊભું છે અને આ દરમિયાન જ વરરાજાના મિત્રો એક પછી એક સ્ટેજ પર આવતા જાય છે અને બંને દંપતીને શુભકામનાઓ પાઠવે છે અને સાથો સાથ મિત્રો પોતાની ભાભીના હાથમાં કચરા પેટી, બાસ્કેટ, સુપડી, પોતું જેવી અનેક ઘરવખરીની ચીજવસ્તુઓ મિત્રોએ આપી છે.જ્યારે એક પછી એક મિત્રો વસ્તુઓની ભેટ આપે છે, ત્યારે દુલ્હનના ચહેરાના હાવભાવ તમે જોઈ શકશો કે તે પોતાનું હસવું પણ રોકી નથી શકતી

અને યુવક પણ પોતાના મિત્રોના મજાકથી ખૂબ જ હસવું પણ આવતું હશે. ખરેખર આ ઘટના ખૂબ જ રમુજી અને યાદગાર છે. હાલમાં તો આવી જ રીતે નવા યુગલોને અનોખી સરપ્રાઈઝ આપવામાં આવે છે.આ વીડિયો ખરેખર ખૂબ જ આનંદદાયક છે. સૌથી ખાસ વાત કે આ મીત્રોએ તો માત્ર ઘર વખરીની વસ્તુઓ આપી છે પણ સોશિયલ મીડિયામાં એવા પણ વિડીયો વાયરલ થયેલા છે, જેમાં મિત્રો શુભેચ્છા ભેટ રૂપે નિરોધ કે રૂપિયાનો સિક્કો પણ આપે છે. આ મજાક મસ્તી જ જીવનના ખુશહાલ પ્રસંગોને યાદગાર બનાવે છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *