અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર થી બીજી આયશા આપઘાત કરે તે પહેલા જ સ્થાનિક લોકો અને પોલીસે બચાવી લીધી….
અમદાવાદ નો જાણીતો કેસ આયશા નો કેસ. આયશા ના કેસ માં આયશા ના પતિ ને થોડા સમય પહેલા જ સજા આપવામાં આવી હતી. આયશા તેના પતિ થી પરેશાન હોય તેને આત્મહત્યા કરી લીધી હતી. એવો જ એક બનાવ અમદાવાદ નો સામે આવ્યો છે. આયશા એ સાબરમતી રિવરફ્રન્ટ પર થી જ આપઘાત કર્યો હતો. હાલમાં જ એક યુવતી એ સાબરમતી રિવરફ્રન્ટ પર થી આપઘાત કરવાની કોશિશ કરી છે.
અમદાવાદ ના દરિયાપુર વિસ્તારની નગીના પોળ ખાતે રહેતી એક યુવતી આપઘાત કરવા માટે રિવરફ્રન્ટ પર પહોંચી હતી. પણ સદનસિબે ત્યાંના લોકો દ્વારા તેને બચાવી લેવાઈ હતી. જયારે મહિલા આપઘાત કરવા જતી જ હતી ત્યારે ત્યાં ના લોકો તરત જ તેની પાસે દોડી જય તેને બચાવી લેવામાં આવી હતી. મહિલા ખુબ જ પરેશાન હતી.
તેની આંખ માંથી માત્ર આંસુ જ વહી રહયા હતા. એક વ્યક્તિ એ તેને કારણ પૂછતા તેને જણાવ્યું હતું કે, તે મૂળ રાજસ્થાનના ટોંકની છે. અને તેના લગ્ન માત્ર 14 વર્ષ ની વયે જ થઈ ચુક્યા હતા. તેના પતિ થી કંટાળી ને તે આ પગલું ભરવા જય રહી હતી. તે કહે છે કે, તેનો પતિ બે દિવસ થી કુરાને શરીફ ની કસમ ખવા નું કહે છે. અને ચાલ્યા જવાનું કહે છે અને પછી નહિ આવતી તેમ કહે છે. તેનો પતિ કહે છે કે અહીં પાછી નહિ આવતી અને તેના ભાઈ ને મારી નાખવાની ધમકીઓ આપે છે.
તેનો તેના પતિ સાથે ખુબ જ ઝગડો થતો હતો માટે તે કંટાળી ને આપઘાત કરવાનું પગલું ભરવા જય રહી હતી. તેનો પતિ કહે છે કે તે ત્યાં નો ગુંડો, દાદા છે. બાદ માં ત્યાં ના લોકો દ્વારા રિવરફ્રન્ટ પોલીસ ને જાણ કરી હતી પોલીસ તરત જ મહિલા ને લઇ ગઈ હતી. હાલ મહિલા નું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. રિવરફ્રન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર ઝાલા એ જણાવ્યું હતું કે મહીલા ની પાસે થી બધી માહિતી મેળવવામાં આવી રહી છે. કે તે શા માટે આવી હતી.