ખેડૂતોને હવામાન વિભાગે આનંદમય સમાચાર આપ્યા !! આવનારા 3 દિવસોમાં આ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મેઘો જામશે…
ગુજરાત રાજ્યમાં જો વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનાની અંદર સાવ ઓછો વરસાદ નોંધાયો હતો જાણે મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું હતું એવામાં સપ્ટેમ્બર માસ શરૂ થતાની સાથે જ ફરી એક વખત મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે કારણ કે સપ્ટેમ્બરના પેહલા જ અઠવાડિયાની અંદર રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો, એવામાં હવામાન વિભાગ તથા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી હતી.
અંબાલાલ પટેલે હજુ થોડાક દિવસ પેહલા જ આગાહી કરી હતી કે 12 સપ્ટેમ્બર બાદ વરસાદી જોર વધી શકે છે એવામાં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં આવનાર ત્રણ દિવસો ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે,
હવામાન વિભાગ દ્વારા જણાવામાં આવ્યું છે કે આવનારા દિવસોની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં મધ્યમથી લાઉને ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આવી આગાહીને લીધે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે કારણ કે ઓગસ્ટ માસ આખામાં વરસાદ જાણે લુપ્ત થયો હતો તેવી સ્થિતિ બની હતી જેના લીધે ખેડૂતને તેનો પાક સુકાય જાય તેવો ભય હતો પરંતુ ફરી વખત મેઘરાજાએ આગમન કરી લેતા સૌ કોઈમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે, ખેડૂત જ નહીં સામાન્ય લોકોમાં પણ વરસાદને લઈને ભારે ઉત્સાહ છે કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગરમીએ રોદ્ર સ્વરૂપ બતાવ્યું હતું.
એવામાં મેઘરાજાનું આગમન થતા વાતાવરણ ઠંડુ થઇ ચૂક્યું છે, તમને જણાવી દઈએ કે હાલ રાજ્યમાં 98% વરસાદ પડી ચુક્યો છે, જેમાં ઓગસ્ટ માસનો વરસાદતો ગણતરીને માત્રનો જ છે કારણ કે આ વખતે ઓગસ્ટ માસની અંદર ફક્ત રાજ્યમાં દોઢ ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો હતો,
છેલ્લા ઘણાં વર્ષોથી આટલો ઓછો વરસાદ ઓગસ્ટ માસમાં ન તો વરસ્યો આથી આ વખતના ઓગસ્ટ માસના વરસાદે નવો કીર્તિમાન રચી દીધો છે.