અદ્દભુત ! અવિશ્વનીય ! દીકરા ના લગ્ન માં આવેલ ચાંદલા ની રકમ એવી જગ્યા એ વાપરશે કે,,જાણી ને નહીં આવે વિશ્વાસ.
હાલ આપણા ગુજરાતમાં લગ્નની સિઝન અને ચૂંટણીની સિઝન ખૂબ ધૂમધામ થી ચાલી રહી છે. ચૂંટણીના પ્રચારને લઈને નેતાઓ ગુજરાતના ખાચાઓમાં ફરી રહ્યા છે અને ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ લગ્નના મુહરતો શરૂ થઈ ગયા હોય લોકો લગ્નની ઉજવણીમાં વ્યસ્ત થઈ ગયા છે. એવામાં ગુજરાત રાજ્યના ભાવનગર શહેરમાંથી એક પરિવારે પોતાના દીકરાના લગ્નમાં એવો નિર્ણય લીધો કે જે સમાજ માટે એક ઉમદા કાર્ય ગણી શકાય.
વિગતે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તણસા ગામના ઉમાણી પરિવાર એ પોતાના દીકરાના લગ્નમાં ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. જાણવા મળ્યું કે ઉમાણી પરિવારના મોભી જાહિદભાઈ ઉમાણી ના પુત્ર ના લગ્ન હોય તે લોકોના નિર્ણય કર્યો હતો. જાહિદ ભાઈ ના દીકરા મનીષના લગ્ન હોય આખા પરિવારને એક ઉમદા નિર્ણય લીધો હતો. જાહિદભાઈએ જણાવ્યું કે તે તેના પત્ની અને તેનો દીકરો કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેના પુત્ર એ કહ્યું કે તેના લગ્નમાં પરિવારના અને મહેમાનોને રીટર્ન ગિફ્ટ આપવી જોઈએ.
તો તેના પિતાએ કહ્યું કે આપણે લગ્નમાં ચાંદલા પ્રથા બંધ રાખવાના છીએ. પરંતુ એ દિવસે જ જાહિદભાઈ ને એવો વિચાર આવ્યો કે આપણે ચાંદલા પ્રથા બંધ રાખવાના બદલે જે લોકો આપણા ઘરે આવીને લગ્નમાં ચાંદલો કરે તે ચાંદલાની રકમને એવી જગ્યાએ વાપરવામાં આવે કે જેનાથી સમાજમાં રહેલા લોકોનું કલ્યાણ થાય તો જાહિદભાઈ અને તેના પરિવારના સભ્યોએ નિર્ણય લીધો કે તેના પુત્ર મનીષના લગ્નમાં જેટલા પણ મહેમાનો આવે અને તે ચાંદલો કરાવે તે ચાંદલાની રકમ ભેગી કરી.
અને તેમાં અમુક રકમ ઉમેરીને તે લોકો અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં રહેતા અનાથ લોકો ને મદદ કરશે અને તમામ રકમ ત્યાં દાનમાં આપી દેશે. આમ એક તરફ લોકોને પણ એમ થાય કે તે લોકોની રકમ એક સારી એવી જગ્યાએ વાપરવામાં આવી અને જાહિદભાઈ પોતે કહે છે કે તે પૈસા ટકે સક્ષમ છે તેની પાસે બે ફેક્ટરી છે અને તે 25 વર્ષથી એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવવાનું કામ કરે છે.
આ સાથે તે એક સામાજિક કાર્ય પણ કરે છે. આમ ચાંદલાની રકમ જાહિદભાઈ અને તેના પરિવાર એ નિરાધાર લોકોને દાનમાં આપવાનું એક ઉમદા કાર્ય વિચાર્યું હતું. આમ આવી માહિતી સામે આવતા સમાજમાં રહેતા અન્ય લોકોને પણ આ બાબતે પ્રેરણા મળતી હોય છે અને ગરીબ નિરાધાર લોકોની મદદ કરવાનો લહાવો પણ અન્ય લોકોએ લીધો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!