India

બબીતા-જી એ ગુજરાતી ખાણીપીણી ની પ્રખ્યાત આઈટમ સાથે કરશે પોતાનો નવો બિઝનેસ જેમાં ગુજરાતી આઈટમ જુઓ વિડીયો.

Spread the love

ભારતીય ટીવી સીરીયલ જગતમાં સૌથી લોકપ્રિય કોમેડી સિરિયલ હોય તો તે છે પ્રસિદ્ધ સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને 14 વર્ષ પૂરા થઈ ગયા છે. અને 15માં વર્ષમાં પ્રવેશ કરી લીધો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી લોકોનું ખૂબ જ મનોરંજન કરી રહી છે. લોકોને હસાવી હસાવીને બેવડા વાળી દેતી આ સીરીયલના કલાકારો ખૂબ જ લોકોમાં નામના મેળવી ચૂક્યા છે.

પરંતુ છેલ્લા થોડા સમયથી એક પછી એક કલાકારો શોમાંથી એક્ઝિટ લઈ રહ્યા છે. શો ના એક એક કલાકારો લોકોના દિલો મા રાજ કરે છે. એવી એક કલાકાર છે બબીતા. એટલે કે બબીતાજી નું પૂરું નામ મુનમુન દતા છે. સૌ કોઈ લોકો જાણે છે જ્યારે બબીતા નું પાત્ર taarak mehta ka ooltah chashmah માં આવે ત્યારે તેમાં ચાર ચાંદ લાગી જતા હોય છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હોય છે.

અને તે હંમેશાથી ખાણીપીણીને શોખીન છે. હવે તે પોતાના ખાણીપીણીના શોખને પોતાના બિઝનેસમાં ઢાળવા જઈ રહી છે. એટલે કે બબીતાજી એટલે કે મુનમુન દત્તા હવે એક એપ્લિકેશન દ્વારા એક બિઝનેસ શરૂ કરવા જઈ રહી છે. જેમાં તે એક તે એક ફૂડ બિઝનેસમાં પગ મૂકવા જઈ રહી છે. જેમાં ઓનલાઇન એપ્સ મારફતે બિઝનેસ શરૂ કરવામાં આવશે. મુનમુન દત્તા એટલે કે બબીતાજીએ પોતાના instagram એકાઉન્ટમાં વિડીયો શેર કરતા જણાવ્યું હતું કે.. જુઓ વિડીયો.

તેની સાથે બિઝનેસમાં તેનો એક ભાગીદાર છે જે મુનમુન દત્તા નો રાખી ભાઈ અને રેડ ચીલીઝ એન્ટરટેનમેન્ટના માલિક કેયુર શેઠ સાથે તે આ ફૂડ બિઝનેસ શરૂ કરવા જઈ રહી છે. તે કહે છે કે તેમાં એક ક્લાઉડ કિચન હશે. જે ફૂડ એપ્સ પર ઉપલબ્ધ હશે. તેમાં ચાઈનીઝ જ્યુસ સાથે ગુજરાતના પ્રખ્યાત એવા થેપલા વેચાણ માટે મૂકવામાં આવશે.

આમ બબીતા એ પોતાના બિઝનેસ માટે માહિતી આપી હતી. મુનમુન દત્તાની વાત કરવામાં આવે તો તેનો આ વિડીયો શેર થતાને સાથે જ તેના ચાહકો તેને શુભકામનાઓ આપી રહીયા છે. બબીતા પોતાના instagram એકાઉન્ટમાં પોતાના અવનવા વિડીયો બનાવીને શેર કરતી હોય છે. અને ફેન્સ ને ખૂબ જ પસંદ આવતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *