રામ રાખે તેને કોણ ચાખે! મોત સામે આમ જીવતું બચ્યું બાળક ચમત્કાર કહોકે લક પરંતુ વિડીયો જોઈને ચોકી જાસો
મિત્રો આપણે સૌ અવાર નવાર અકસ્માત ના અનેક બનાવો જોતાં અને સાંભળતા હોઈએ છિએ આપણે સૌ જાણીએ છિએ કે જે રીતે દેશમાં સતત અકસ્માત ના બનાવો વધી રહ્યા છે તે ખરેખર ચિંતા નો વિષય છે. કારણ કે આવા અકસ્માત માં દરરોજ અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે આપણે ઘણી વખત અકસ્માત ના અનેક ખતરનાક વિડીયો જોયા છે કે જ્યાં વ્યક્તિ આકરા અકસ્માત નો શિકાર બની જાય છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર આવોજ એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમે પણ હેરાન રહી જાસો કે કઈ રીતે આ નાનું બાળક ઘાતકી અકસ્માત નો ભોગ બન્યું જે બાદ ની ઘટના જોઈને પણ તમે ચોકી જાસો તો ચાલો આપણે આ વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ વિડીયો કેરળ ના કન્નુર ના ચોરોકલા નો છે જો વાત વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક સામાન્ય ટ્રાફિકવાળા એક-લેન રોડ જોવા મળી રહી છે. જેના પર અમુક વાહનો પસાર થઈ રહ્યા છે તેવામાં અચાનક આસપાસ ના જાડી જાખરા માંથી સાયકલ ચલાવતો એક બાળક ખૂબ જ ઝડપે રોડ પર આવી જાય છે અને રસ્તા પર જાઇ રહેલ બાઇક સવારને ટક્કર મારે છે.
આ ટક્કર ના કારણે બાળક હવામાં ઉચે ઉડી રસ્તા ની બીજી તરફ જઈને પડી જાય છે જ્યારે બાળક ની સાઇકલ રસ્તામાં વચ્ચે જ પડી જાય છે જે બાદ પાછળ થી આવી રહેલ તેજ રફ્તાર બસ બાળક ની સાઇકલ ના ભુક્કા બોલાવતી નીકળી જાય છે જોકે અકસ્માત બાદ પણ રાહત ની વાત એ રહી કે બાળક ને કોઈ ઈજા થઈ નહીં.
Everybody deserves a bit of luck 🍀
Fast and the furious pic.twitter.com/eu8qtGgocl— Harsha 🇮🇳 (@andyhash18) March 24, 2022
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.