લોકતાંત્રિક દેશમાં રક્ષક સાથે ખરાબ વ્યવહાર! શહીદ જવાનના પરિવાર માટે મદદ માંગી રહેલ સૈનિક સાથે પોલીસે જે કર્યું વીડિઓ જોઇને તમને પણ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ સ્વંત્ર છે અને લોકશાહી ઢબે ચાલે છે. દેશ ને ચલાવવા માટે બંધારણ છે જેના વડે દેશને ચલાવવા માં આવે છે ભારતમાં દરેક વ્યક્તિ ને પોતાની વાત અને વિચાર જાહેર કરવાનો અધિકાર છે ભારત ના બંધારણે લોકોને સરકાર સમક્ષ માંગ મુકવા અંગે છુટ આપી છે પરંતુ હાલમાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જેના કારણે વ્યક્તિના સ્વંત્રતા ના અધિકાર પર પ્રશ્ન ઉભો થયો છે.
આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ અને પ્રજા માટે આપણા દેશના વીર જવાની સરહદ પર પોતાના પરિવારથી દુર ઠંડી ગરમી જેવી આકરી પરિસ્થિતિ માં પણ તૈનાત રહે છે જેથી આપણે સુરક્ષિત રહી શકીએ. આપણે સૌ જાણીએ છીએ દેશની સેના કુદરતી કે કુત્રિમ દરેક આપદામાં પોતાન જીવને જોખમ માં મુકીને અન્ય ની રક્ષા કરે છે. આતંક વાદીઓ અને અન્ય દેશ સામે આપણને રક્ષણ આપે અને પોતાના અંતિમ શ્વાસ સુધી દેશ સેવા કરે છે.
પરંતુ ઘણી વખત દેશ સેવા કરતા સમયે આવા વીર જવાનો વીરગતિ પામે છે જે બાદ તેમનો પરિવાર નિરાધાર બને છે શહીદ ના પરિવાર ની સંભાળ લેનાર કોઈ હોતું નથી માટે જ ભાવનગરના નિવૃત સૈનિક વિશાલ વાજાએ આ બાબત ને લઈને સરકાર સમક્ષ અપીલ કરી અને શહીદ જવાનના પરિવાર ને આર્થિક સહાય મળે તે માટે ઝુંબેશ શરુ કરી.
જણાવી દઈએ કે આ ઝુંબેશ તેઓ એકલે હાથે ચલાવી રહ્યા છે. રાજ્યના જુદા જુદા શહેરોમાં આ બાબત અંગે જાગૃતિ આવે તે માટે એક કરોડ થી વધુ લોકોની સહી પણ લીધી છે. જેમાં રાજ્યની પ્રજા પણ જોડાઈ રહી છે જો વાત વિશાલ વાજા ની માંગણીઓ અંગે કરીએ તો તેમની અરજી છે કે “ગુજરાત સરકાર; અપરણિત શહીદ જવાનના પરિવારને 50 હજાર જયારે પરણિત જવાનના પરિવારને 1 લાખની સહાય ચૂકવે છે”
જો વાત અન્ય રાજ્યો અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં બીજા રાજ્યોમાં આ રકમ 50 લાખથી 1 કરોડની સહાય શહીદ સૈનિકના પરિવારને ચૂકવાય છે પોતાના આવા નેક ઈરાદે એકલા સરકાર પાસે માંગણી કરી રહેલ નિવૃત સૈનિક સાથે પોલીસ ના જવાનોએ ઘણો નિંદનીય વ્યવહાર કર્યો અને 23 માર્ચ 2022ના રોજ એટલે કે ભગતસિંહના શહીદ દીને જ અમદાવાદ પોલીસે વિશાલ વાજાની બળજબરીપૂર્વક અટકાયત કરી તેમની સૈનિક તરીકે ની ઈજાત પણ પોલીસે રાખી નહિ.
અને તેમની સાથે જબરજસ્તી કરી અને બળ પૂર્વક તેમની સાથે વર્તન કરવામાં આવ્યું જેના કારણે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. નિવૃત સૈનિક સાથે થયેલ આવી બળજબરી ના કારણે સૌ પ્રથમ ગુજરાતમાં લોકશાહી અંગે પ્રશ્ન ઉભા થયા છે. ઉપરાંત લોકો સરકાર ને આ સૈનિક ની ધરપકડ પાછળ નું કારણ પૂછી રહ્યા છે. અને સરકારને કહી રહ્યું છે કે શું શહીદ જવાનના પરિવારને મામૂલી રકમ ચૂકવીને ગુજરાત સરકાર શહીદ પરિવારોનું અપમાન કરતી નથી?
લોકો પ્રધાન મંત્રી મોદી ને પણ પ્રસન કરી રહ્યા છે કે તેમના જ રાજ્યમાં એક સૈનિક સાથે આવું વર્તન ? આ ઉપરાંત ગુજરાત મોડલ પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે મોટા ભાગના જવાનો ગરીબ ઘર માંથી આવે છે તો શું સરકારે તેમની ચિંતા નહીં કરવાની? આ ઉપરાંત એકલ હાથે ન્યાય માટે માંગ કરી રહેલ સૈનિક ના કારણે કઈ કાયદો-વ્યવસ્થા ખોરવાઈ જવાની હતી? શું વિશાલ વાજાએ કોઈ ગુનો કર્યો હતો? કે શું તેઓ કોઈ ‘તડિપાર’ વ્યક્તિ હતા? જો ના તો પછી શા માટે પોલીસે તેમને જબરજસ્તીથી જીપમાં બેસાડીને વિવેકહીન કૃ્ત્ય કર્યું?