IndiaNational

યોગી આદિત્યનાથ ના બહેન જેવી પરિસ્થિતિમાં જીવે છે જાણશો તો તમારી આખો પણ ભરાઈ જશે cm હોવા છતા પણ યોગી…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ લોક તાંત્રિક દેશ છે અહીં લોકો પોતાના પ્રતિનિધિ ને ચુટી કાઢે છે. આપણા દેશમાં અનેક રાજનેતાઓ ચુંટણી લડે છે. આપણે અહીં એવાજ એક રાજ નેતા વિશે વાત કરવાની છે જેમના વિશે જાણીને તમે પણ કહેશો કે દરેક પાર્ટી ના લોકોએ પરિવારવાદ છોડી ને દેશ સેવા કરવી જોઈએ. અને પોતાના ખિસ્સા ભરવા કે પરિવાર મેં આગળ વધારવા માટે નહીં પરંતુ દેશ માટે કામ કરવું જોઈએ.

આપણે અહીં દેશના હાલના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી અને સૌથી ઈમાનદાર રાજનેતા કે જેમણે પરિવાર કરતા વિશેસ દેશ ને મહત્વ આપ્યું છે તેવા સેવા ભાવિ અને લોક કલ્યાણ ના કાર્યમા સતત પ્રવૃત્ત રહેતા એવા યોગી આદિત્યનાથ જી વિશે વાત કરવાની છે કે જેમની દેશ ભક્તિ વિશે જાણી તમે પણ સલામ કહેશો તેમણે પોતાના પરિવાર પહેલા દેશને મહત્વ આપ્યું જેનું ઉદાહરણ તેમની બહેન છે.

આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ ઉત્તર પ્રદેશ માં ફરી વખત યોગી આદિત્યનાથ જી ની સરકાર આવી છે. તેવામાં સૌથી વધુ ચર્ચામાં યોગી ની બહેન છે. ભાઈ મુખ્ય મંત્રી હોવા છતાં પણ બહેન જેવું સંઘર્ષ ભરેલુ જીવન જીવે છે તેના કારણે લોકો નવાઈ પામ્યા છે. જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ અને તેમની બહેન ને મળ્યા ને 30 વર્ષ નો સમય થઈ ગયો છે.

જ્યારે એક ઈન્ટરવ્યુમાં યોગીજીને પૂછવામાં આવ્યું કે તમારાં નાનાં બહેન કેવી સ્થિતિમાં રહે છે? તે અંગે તમને માહિતી છે ત્યારે આ પ્રશ્ના નો તેમણે જવાબ ન આપ્યો. જે બાદ ઈન્ટરવ્યુમાં યોગીજી ને તેમની બહેનની તસવીરો દેખાડવામાં આવી. જેમાં તેઓ ઘાસ કાપતાં જોવા મળ્યાં. પતરાંથી બનેલી એક નાની દુકાનમાં ચા વેચતાં દેખાય છે. આ તસવીરોને જોઇને યોગીજી ભાવુક થઈ ગયાં અને તેમની આંખમાં આંસુ આવી ગયાં.

તો ચાલો આપણે યોગી આદિત્યનાથ અને તેમની બહેન વિશે માહિતી મેળવીએ. જણાવી દઈએ કે 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના પંચૂર ગામમાં અજય બિષ્ટ એટલે યોગી આદિત્યનાથનો જન્મ થયો હતો. યોગી ના બહેન તેમના કરતા 6 વર્ષ નાના છે કે જેમનું નામ શશી છે.

બહેન સાથે યોગીજી હસતા રમતા મોટા થયા પરંતુ માત્ર 14 વર્ષની ઉમરે શશી ના લગ્ન પંચૂર ગામથી 30 કિ.મી અંતરે કોઠાર ગામમાં કરવામાં આવ્યા. આ સમયે યોગીજી રામમંદિર આંદોલનમા જોડાયા હતા. અને મહંત અવૈદ્યનાથના સંપર્કમાં આવ્યા. તેમનાથી પ્રભાવિત થઈને યોગીજી એ ગુરુ પાસેથી દીક્ષા લીધી, તેમના શિષ્ય બની ગયા.

હવે યોગીજી ની ઇચ્છા ગુરુ પાસે રહેવાની અને તેમની સેવા કરવાની હતી. જે ને લઈને ગુરુએ તેમને પરિવાર ને જાણ કરવા કહ્યું જે બાદ યોગીજી ઘરે ગયા અને કહ્યું હું ગોરખપુરમાં રહીશ અને લોકોની સેવા કરીશ યોગીજી ના પિતા આનંદ સિંહ બિષ્ટને તેમની આ વાત સમજાય નહીં પરંતુ તેઓ માની ગયા. જ્યારે યોગી આદિત્યનાથ ની માતાને લાગ્યું કે પુત્ર નોકરી કરવા ગોરખપુર જઈ રહ્યો છે. કેટલાક દિવસ બાદ માલૂમ થયું કે દીકરો તો સંત બની ચૂક્યો છે, જે બાદ પરિવાર અને બહેનને માલુમ પડતાં બહેનની ચિંતા વધી.

આ વાત સાંભળતા બહેન શશિને ભારે આઘાત લાગ્યો અને પોતાના ગામમાં ભિક્ષા માગવા આવતા સાધુઓમાં તેઓ પોતાના ભાઈ અજયને શોધવા લાગ્યા પરંતુ ઘણા સમય બાદ પણ ભાઈ વિશે કોઈ માહિતી મળી નહીં આ સમયે યોગીજી ગોરક્ષનાથ પીઠના મહંત બની ગયા હતા.

જો કે પિતા અને સસરા બંને ઘરમાં બહેનની સ્થિતિ મધ્યમ હતી. શશી ખેતીવાડી અને ભેંસ પાલનથી ઘર ચલાવતા હતા. જીવન માં આગળ વધી શશિએ પતિ પૂરણ સિંહ પાયલ સાથે ગામના માતા પાર્વતી મંદિર નજીક ફૂલ અને પ્રસાદની દૂકાન શરૂ કરી કે તેમના ઘરથી અઢી કિમી અંતરે આવ્યું હતું.

જણાવી દઈએ કે આ મંદિર નજીક આશરે 70 દુકાન છે આ પૈકી એક શશિની પણ છે. શશિ અને તેમના પતિ દરરોજ અઢી કિમી ચાલીને દૂકાને આવે છે. આ દૂકાનમાં તેઓ ફૂલ, માળા, પ્રસાદ અને ચા વેચે છે. ક્યારેક ક્યારેક યાત્રી ભોજનની માગ પણ કરે છે તો શશિ થોડી વધારે આવક માટે તેમને ભોજન બનાવી જમાડે છે. જણાવી દઈએ કે શશિને ત્રણ સંતાન છે. જે પૈકી બે દીકરા અને એક દીકરી છે

તેવામાં એક દિવસ શશિની દુકાનની બહાર કેમેરા અને માઈક લઈને મીડિયા ના લોકો આવ્યા ત્યારે પતિ પૂરણ સિંહે કહ્યું કે યોગી ઉત્તર પ્રદેશ ના CM બન્યા છે. આ સમયે મીડિયાવાળા તેમની બહેનને શોધતા અહીં પહોંચ્યા છે. તારી સાથે વાત કરવા અને અભિનંદન પાઠવે માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *