જાનૈયા લગ્નમાં ડિસ્કાની ધબાચકડી બોલાવે તેની પહેલા તો સ્કૂલના બાળકોએ જ ડિસ્કો કરી કરીને ધૂળની ડમરી ઉડાડી દીધી !!! વિડીયો જોઈ તમારું દિલ ખુશ થઈ જશે…
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વારયલ થતા હોય છે, હાલમાં એક ખુબ જ રમુજી અને તમારું બાળપણ યાદ કરાવી દે તેવો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ નાના બાળકો તમારું દિલ જીતી લેશે. વાત જાણે એમ છે કે, જાનૈયા લગ્નમાં ડિસ્કાની ધબાચકડી બોલાવે તેની પેહલા તો સ્કૂલના બાળકોએ જ ડિસ્કો કરી કરીને ધૂળની ડમરી ઉડાડી દીધી !!! વિડીયો જોઈ તમારું દિલ ખુશ થઈ જશે ચાલો અમે આપને આ વાયરલ વિડીયો અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ.
બાળપણ એક એવો સમય છે, જે જીવનમાં સૌ ફરી જીવવા માંગે છે. બાળપણ સોહામણું હોય છે, જીવનમાં શું સુખ અને શું દુઃખ? જેની સમજ ન પડતી હોય ત્યારે જીવનમાં માત્ર એક મોજ તમારી સાથે હોય. જ્યારેથી વ્યક્તિ સમજણો થઇ જાય છે, ત્યારથી વ્યક્તિને મોજની ખોજ કરવી પડે છે, આ વાયરલ વિડીયો જોઈને દરેકના મોઢેથી માત્ર એક જ શબ્દ નીકળશે કે. મેં પણ આવું કર્યું છે. ખરેખર બાળપણની વાતો જ કઈંક અનોખી હોય છે. આ વાયરલ વિડીયો સૌ કોઈને પોતાના બાળપણની યાદ આવી જશે.
View this post on Instagram
ચાલો અમે આપને આ વાયરલ વિડીયો વિષે વધુ માહિતગાર કરીએ. આ વિડીયો ramdhun_banjo_shegaon નામના પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે રસ્તા પરથી એક વરઘોડો નીકળ્યો છે, તે દરમિયાન સૌ કોઈ જાનૈયાઓ રામધૂમના સહારે ડિસ્કો કરી રહ્યા છે, બીજી બાજુ એક શાળામાં રીશેષ પડ્યો છે, ત્યારૅ શાળાના મેદાનમાં હાજર સૌ બાળકો રામધૂમ સાંભળતાની સાથે જ ડિસ્કો કરીને ધૂળની ડમરીઓ ઉડાવીદે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.