Gujarat

ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી પાસે છે આ મોંઘીદાટ કાર, જેની કિંમત જાણીને તમે માથું જ પકડી લેશો ! 50-60 લાખ નહીં કરોડોમાં છે કિંમત

Spread the love

મિત્રો કિર્તીદાન ગઢવી હાલના સમયમાં એક એવા સ્ટાર કલાકાર છે જેને આખા ગુજરાત રાજ્યમાં સૌ કોઈ ઓળખતું થયું છે ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પરંતુ દેશ તથા વિદેશની અંદર પણ કિર્તીદાન ગઢવીએ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી દીધી છે, તેમના ભજન તથા તેમના ડાયરા સાંભળવા લોકો દૂર દૂરથી આવે છે, તમને ખબર જ હશે કે કિર્તીદાનભાઈ ગઢવીએ અનેક એવા ગીતો ગાયા છે જેમાંથી સૌથી વધારે તેમને “લાડલી” ગીતમાંથી લોકપ્રિયતા મળી હતી.

શરૂઆતી કરિયરમાં કિર્તીદાન ભાઈ ગઢવીએ અનેક સંઘર્ષો કર્યા હતા પરંતુ તે સંઘર્ષોનું ફળ આજે તેમને મળી રહ્યું છે. તેઓ હાલ ખુબ જ આલીશાન રીતેનું જીવન જીવી રહ્યા છે, હાલ તેઓની પાસે આલીશાન ઘર, આલીશાન કારોનું કલેક્શન છે જેમાં અનેક લકઝરીયસ કારોનો સમાવેશ થાય છે. તેઓ અવારનવાર વિદેશ પ્રવાસે જતા હોય છે અને એટલું જ નહીં અનેક વખત તો તેમના ડાયરા પણ વિદેશમાં થતા હોય છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તેમના કાર કલેક્શનમાં રહેલ એક કાર વિશે વાત કરવાના છીએ જે જોવામાં તો ખુબ આલીશાન છે સાથો સાથ તેના ફિરચર્સની તો વાત કરાય એમ જ નથી. તમને જણાવી દઈએ કે કિર્તીદાનભાઈ ગઢવીએ ટોયોટા વેલફાયર કાર ખરીદી હતી જે અંદરથી તો ખુબ કમ્ફર્ટેબલ તથા બહારથી લુકમાં પણ એટલી સરસ લાગે છે કે ભલભલી લકઝરી કાર તેની પાસે પાણીકમ લાગે, હવે આવી આલીશાન કારણો ભાવ પણ મિત્રો એટલો જબરો જ હોય.

આ કારની કિંમતનો જો અંદાજો લગાવામાં આવે તો ગુગલ અનુસાર જાણવા મળ્યું છે કે TOYOTA VELFIRE ની કિંમત ભારતની અંદર 1.20 થી 1.30 કરોડ રૂપિયાની વચ્ચે પડે છે,આ મોંઘીદાટ કારના ફિરચર્સ પણ ખુબ જબરા છે કારણ કે આ કાર ઇલેક્ટ્રિક તો ખરા સાથો સાથ પેટ્રોલથી પણ ચાલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *