India

ટ્રેન માં મુસાફરી કરતા હો તો સાવધાન ! એક વ્યક્તિ ચાલુ ટ્રેને દરવાજા પાસે ઉભા રહી ને વીડિયો ઉતારતા એવી ઘટના બની કે…જુઓ વિડીયો.

Spread the love

ભારત ના લોકો જો સૌથી વધુ મુસાફરી કોઈ વાહન માં કરતા હોય તો તે છે ટ્રેન. ભારત માં ટ્રેન નું નેટવર્ક એટલું બધું મોટું છે કે ભારત ના ગમે તે ખૂણે ટ્રેન માં જય શકાય છે. ભારત ના લોકો ને ટ્રેન માં મુસાફરી કરવી ગમે છે. અને ટ્રેન નું ભાડું પણ સામાન્ય માણસ ને પરવડે તેવું હોય છે. એટલે ભારત દેશ માં સામાન્ય માણસો મોટાભાગે ટ્રેન દ્વારા જ મુસાફરી નો આનંદ લેતા હોય છે. પરંતુ, ટ્રેન માં ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે સામાન્ય માણસ બરબાદ થઇ જાય છે.

એટલે કે ટ્રેન ગામડે ગામડે થી પસાર થતી હોય છે. એવામાં કેટલાક ગામડા માંથી જયારે ટ્રેન પસાર થતી હોય છે ત્યારે ગામડાના કેટલાક આવારા તત્વો લૂંટ ચલાવતા હોય છે. જયારે ટ્રેન માં લોકો દરવાજા પાસે ઉભા હોય છે ત્યારે કેટલાક લૂંટારા બહાર ટ્રેન ની રાહ જોઈ ને ઉભા હોય છે. જેવી ટ્રેન તેની નજીક આવે કે તરત જ ટ્રેન ના દરવાજા પાસે ઉભેલા લોકો ના હાથ માં જે હોય તે ઝુંટવી લે છે. લોકો ના મોબાઈલ ફોન, પર્સ અને ક્યારેક તો સોનાની વસ્તુઓ પણ લૂંટી લેતા હોય છે.

એવી જ એક ચાલુ ટ્રેને લૂંટ ની ઘટના સામે આવી છે. અને આ ઘટના નો વિડીયો પણ સામે આવ્યો છે. એક ટ્રેન બિહાર ના બેગુસરાય ના વિસ્તાર માંથી પસાર થઇ રહી હતી. એટલે કે આ ટ્રેન પટના અને બેગુસરાય ને જોડતા રાજેન્દ્ર સેતુ નામના રેલ બ્રિજ પરથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિ ત્યાં નદી ના બ્રિજ ઉપર ઉભેલો હતો. અને જેવી ટ્રેન તેની પાસે થી પસાર થઇ કે તે વ્યક્તિ એ એક સેકન્ડ માં એક વ્યક્તિ નો ફોન છીનવી લીધો.

સમીરકુમાર નામનો યુવક પોતાના ફોન થી ગંગા નદી નો વિડીયો ઉતારી રહ્યો હતો. ત્યારે એક વ્યક્તિ બ્રિજ ની ધાર પર પોતાને બ્રિજ વડે બાંધીને સેફટી સાથે ઉભો હતો. આ દરમિયાન સમીર ના હાથ માંથી તે વ્યક્તિ એ મોબાઈલ છીનવી લીધો. સમીર ને ખ્યાલ પણ ના આવ્યો કે આ શું થયું. સમીર નો મિત્ર પણ તે સમયે વિડીયો ઉતારી રહ્યો હતો. અને સમીર નો મોબાઈલ છીનવી લેવાની ઘટના તેના મિત્ર ના મોબાઈલ ફોન માં કેદ થઇ ગઈ હતી. જુઓ વિડીયો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *