મેયર હજુ નવા પુલ નું ઉદ્ઘાટન કરે એ પહેલા જ પુલે દમ તોડી નાખ્યો. મેયર અને તેની પત્ની ગટર માં પડ્યા…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર દેશ વિદેશ ના વિડીયો વાયરલ થતા હોય છે. એક વિડીયો મેક્સિકો ના કુરનાવાકા શહેર થી સામે આવ્યો છે. જેમાં એક મેયર નવા પુલ નું ઉદ્ધાટન કરવા પુલ પરથી જતા હતા એવામાં પુલ ધડામ દઈ ને તૂટી પડ્યો અને પુલ પર ઉભેલા મેયર તેની પત્ની સહીત 20 લોકો નાળા માં પડી ગયા હતા. આવા અનેક કિસાઓ સામે આવતા રહે છે. જેમાં કાચું કામ થવાના કારણે લોકો ઘણી વાર ઈજાગ્રસ્ત થતા હોય છે.
મેક્સિકો ના કુરનાવાહા શહેર માં એક મેયર નવા પુલ ના ઉદ્ધઘાટન માટે આવ્યા હતા. આ સમયે તેની પત્ની, સહિત અનેક લોકો પુલ પર ચાલતા હતા. આ લાકડા નો પુલ ધાતુ ની સાંકળ થી બનેલા હેંગિંગ બ્રિજ ને થોડા સમય પહેલા જ રિનોવેશન કરી ને તૈયાર કરવામાં આવ્યો હતો. આથી મેયર તેનુ ઉદ્ધઘાટન કરવા માટે આવ્યા હતા. મેયર સહિત અનેક મોટા અધિકારીઓ અને પત્રકારો ત્યાં હજાર હતા.
સ્થાનિક સમાચાર મુજબ મેયર પુલ નું ઉદ્ઘાટન પહેલા પુલ પર કુદકા મારી રહ્યા હતા. મેયર સહિત અનેક સ્થાનિક લોકો ની ભીડ ખુબ જ જમા થઇ હતી. આથી કદાચ પુલ નું વજન વધી ગયું હશે. લોકો જયારે પુલ પર ચાલતા હતા ત્યારે લોકો ને એમ કે પૂલ વજન ઉંચકી લેશે. પરંતુ ત્યારબાદ અચાનક જ પુલ ધડામ કરતા નીચે પડી જાય છે. અને તેમાં સીટી કાઉન્સિલ ના ચાર સભ્યો ઘાયલ થયા હતા. જુઓ વિડીયો.
#LoMásVisto | Así se vivió el colapso del puente colgante en el Paseo Ribereño de #Cuernavaca.
Información: @Reportero1965 pic.twitter.com/nqwRWy5fC8— N+ Morelos (@nmasmorelos) June 8, 2022
અન્ય બે શહેર ના અધિકારીઓ, અને એક સ્થાનિક પત્રકાર ઘાયલ થયા હતા. આ તમામ લોકો નીચે થી પસાર થતી ગટર ના પાણી માં પડી ગયા હતા. ત્યારબાદ તમામ લોકો ને સ્ટ્રેચર વડે નાળા માથી બહાર કાઢી ને હોસ્પિટલે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આમાં આઠ લોકો ઘાયલ થયા તેવી માહિતી મળી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!