શિલ્પા શેટ્ટી ની વેનિટી વેન જોશે તો ફાઈવ સ્ટાર હોટેલ ને પણ ભૂલી જશે, ફાઈવ સ્ટાર હોટેલ ને પણ ટક્કર મારે તેવી છે વેન…જુઓ ફોટા.
બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી એ થોડા દિવસ પહેલા જ તેનો 47 મોં જન્મ દિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસ ને ખુબ જ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં તેની સાથે તેના પતિ રાજ કુન્દ્રા પણ જોવા મળ્યા હતા. શિલ્પા શેટ્ટી ના જન્મદિવસ નિમિતે શિલ્પા શેટ્ટી એ પોતાના માટે જ એક લક્સરી વેનિટી વેન લીધી છે. જેમાં શિલ્પા શેટ્ટી ને શૂટિંગ દરમિયાન આરામ થી માંડી ને તેના મેક અપ ની સુવિધા જોવા મળે છે. આ વેનિટી વેન કોઈ ફાઈવ સ્ટાર હોટેલ થી કમ નથી.
શિલ્પા શેટ્ટી ના આ વેનિટી વેન ના ફોટો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આ વેનિટી વેન ની અંદર જે નજારો છે એ જોઈ ને એમ જ લાગે કે આ તો કોઈ ફાઈવ સ્ટાર હોટેલ જ છે. શિલ્પા શેટ્ટી કરોડો ની માલકીન છે. તેની પાસે કરોડો ના બંગલો, કરોડો ની મોટર કાર છે. હવે તેમાં આ વેનિટી વેન પણ શામિલ થઇ ચુકી છે. વેનિટી વેન માં ઉપર ના ભાગે શિલ્પા શેટ્ટી એ પોતાના માટે યોગા કરવા માટે ખાસ વ્યવસ્થા કરેલી છે.
વેનિટી વેન ના ઉપર ના ભાગે સુંદર યોગા કરવાની વ્યવસ્થા છે. જેથી કરી ને શિલ્પા જયારે પણ શૂટિંગ નો ફ્રી ટાઈમ હોય ત્યારે યોગા માટે સમય આપી શકે. શિલ્પા શેટ્ટી એક જ એવી અભિનેત્રી છે કે તેની પાસે આવી વેનિટી વેન હોય. જેમાં રસોડું, ફિટનેસ માટે સ્થાન, આરામ માટે જગ્યા અને મેક અપ ની વ્યવસ્થા એક જ વેનિટી વેન માં હોય.
આ સુંદર બ્લેક કલર ની વેનિટી વેન ના ફોટા સુંદર વાયરલ થઇ રહ્યા છે. જેમાં તમામ પ્રકાર ની આલીશાન સુવિધા જોવા મળે છે. થોડા સમય માં જ શિલ્પા શેટ્ટી ની મુવી રિલીઝ થવા જય રહી છે. શિલ્પા શેટ્ટી ના આ વેનિટી વેન ના ફોટો તેના ફેન્સ ને ખુબ જ પસંદ આવી રહ્યા છે. અને લોકો આ બાબતે ખુબ જ કોમેન્ટો કરી રહ્યા છે. શિલ્પા શેટ્ટી હાલના દિવસો માં ટીવી સિરિયલો માં પણ એન્ટ્રી પાડતી જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.