ભાવનગર- મજૂરી કામ કરવા ઘરે થી નીકળેલ યુવાન ને કાળ ભરકી ગયો..એક ડમ્પરે એવી ટક્કર મારી કે યુવાન…
ગુજરાત માં અકસ્માત થવાના કેસો માં દિન પ્રતીદીન વધારો થઇ રહ્યો છે. લોકો પોતાના ઘરે થી નીકળે તો છે પણ કયો દિવસ તેનો આખરી થઇ જાય તેને પણ ખ્યાલ રેતો નથી. ગુજરાત ના ભાવનગર જિલ્લા માંથી પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક શ્રમજીવી યુવાન પોતાના ઘરે થી કામ પર જવા નીકળ્યો અને એક ડમ્પર અડફેટે આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
વધુ વિગતે જાણવા મળ્યું કે, ભાવનગર ના રૂવાપરી રોડ પર રહેતા એક શ્રમજીવી યુવાન પોતાના ઘરે થી પોતાની બાઈક લઇ ને મજૂરી કરવા કામે જતો હતો. એવામાં એક ડમ્પર અડફેટે આવી ગયો. અડફેટ એટલી બધી ભયંકર હતી કે, યુવાન નું ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાન નું નામ અમિત કેતનભાઈ પરમાર (20-વર્ષ) હતું.
મૃતક કડિયા કામ નું કામ કરી રહ્યો હતો. જાણવા મળ્યું કે, રૂવાપરી રોડ પર ના પોતાના ઘરે થી નીકળી યુવાન નવાબંદર પાસે મામા ના ઓટલા પાસે પહોંચ્યો ત્યાં નજીક માં જ પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક જેનો નંબર જી.જે.04-એક્સ-6041 હતો તેણે અડફેટે લેતા ગંભીર રીતે યુવાન ઘાયલ થતા ત્યાં જ મૃત્યુ નીપજયું હતું.
આ ઘટના ની જાણ સી-ડિવિઝન ને થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર મૂકી ને નાસી ગયો હતો. પોલીસે લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી. અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. યુવાન નું નાની ઉમર માં જ મૃત્યુ થઇ જતા પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો. પરિવાર માં ગમગીન વાતાવરણ થવા પામ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!