બોરસદ- પોલીસ કર્મી એ ટ્રક ને રોકવા ટ્રક નો પીછો કર્યો..ટ્રક ચાલકે પોલીસ કર્મી પર જ ટ્રક ચડાવી દીધો…
રોજબરોજ અકસ્માત ની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. અકસ્માત માં ઘણા લોકો મૃત્યુ ને ભેટતા હોય છે. બોરસદ માંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં એક પોલીસ કર્મી પર એક ટ્રક ચાલકે ટ્રક ચડાવી દેતા પોલીસ કર્મી નું મૃત્યુ નીપજ્યું હતું. આવા અનેક લોકો એવા હોય છે કે, જે લોકો ક્યારેક પોલીસ ને જ ભોગ બનાવી લેતા હોય છે.
વધુ વિગતે જાણવા મળ્યું કે, બોરસદ ટાઉન માં ફરજ બજાવતા એક પોલીસ કર્મી સાથે આ ઘટના બની હતી. બોરસદ ટાઉન માં ફરજ બજાવી રહેલા કિરણસિંહ ગઈ રાત્રે પોતાની નાઈટ ડ્યુટી સભાળી રહ્યા હતા. જેમાં એક ટ્રક ત્યાં આવ્યો હતો. કિરણસિંહ ટ્રક નું ચેકીંગ કરવા ટ્રક ને ઉભો રાખવા કહ્યું પરંતુ, ટ્રક ચાલક ટ્રક હંકાવીને ત્યાંથી નાસી છૂટ્યો.
કિરણસિંહ ફરજ ના ભાગ રૂપે તેનો પીછો કરવાનું શરુ કર્યું. કિરણસિંહ ટ્રક ચાલક ને ઓવરટેક કરીને તેને રોકવાનો પ્રયત્ન કર્યો એવામાં ટ્રક ચાલકે પુરપાટ ઝડપે પોલીસ કર્મી કિરણસિંહ પર ટ્રક ચઢાવી દીધો હતો. કિરણસિંહ ને અકસ્માત માં ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક કરમસદ ની હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં કિરણસિંહ નું સારવાર સમયે મૃત્યુ નીપજ્યું હતું.
કિરણસિંહ ના પરિવાર હોસ્પિટલ પહોંચી ગયા હતા. કિરણસિંહ ના જીવન ની વાત કરીએ તો તે વર્ષ 2006 થી પોલીસ ફરજ બજાવી રહ્યા હતા. તેમની પત્ની નું પણ ચાર વર્ષ પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું. તેમને બે સંતાનો છે. માતા-પિતા ના જવાથી સંતાનો નોંધારા થઇ ગયા છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!