આ આઈશા ને લોકો એ બચાવી ! અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર થી આ યુવતી છલાંગ લગાવા ગઈ પરંતુ…
અમદાવાદ ના રિવરફ્રન્ટ પર થી યુવતીઓ ની આપઘાત ની ઘટના સામે આવ્યા જ કરે છે. અમદાવાદ માં 25-ફેબ્રુઆરી 2021 ના રોજ આયેશા નામની યુવતી એ તેના પતિ ના ત્રાસ થી કંટાળી ને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તેના પતિ ને 10-વર્ષ ની સજા અને એક લાખ નો દંડ થયો હતો. આ ઘટના એ આખા ગુજરાત માં ભારે ચકચાર મચાવી હતી. રવિવારે ફરી એક યુવતી એ આપઘાત કરવાની કોશિશ સાબરમતી રિવરફ્રન્ટ પર થી કરી હતી.
વધુ વિગતે જાણવા મળ્યું કે, એક યુવતી એ રવિવારે સાબરમતી રિવરફ્રન્ટ પર થી આપઘાત ની કોશિશ કરી હતી. આજુબાજુ રહેલા લોકો એ તેને તેમ કરતા બચાવી લીધી હતી. જાણવા મળ્યું કે, આ યુવતી ના પ્રેમ લગ્ન ના એક જ મહિના માં તેના પતિ એ તેને ઘરે થી કાઢી મૂકી હતી. તેનો પતિ કોઈ અન્ય યુવતી સાથે લિવ ઈન માં રહેવા લાગ્યો હતો.
યુવતી પતિ થી કંટાળી ગઈ હતી. આથી તેણે સાબરમતી રિવરફ્રન્ટ પર આપઘાત કરવા આવી હતી. રવિવાર નો દિવસ હોય રિવરફ્રન્ટ પર ભારે લોકો ની ભીડ હોય છે. એટલે જયારે યુવતી પર લોકો ની નજર ગઈ અને શક ગયો કે તે કઈ કરવા જય રહેલી છે. ત્યારે લોકો એ તેને તેમ કરતા રોકી હતી. અન્ય મહિલાઓ એ તેને સમજાવી અને કારણ પૂછ્યું. પરંતુ યુવતી કઈ કહેતી ન હતી.
ત્યાંના લોકો એ તાત્કાલિક આ બાબત ની જાણ પોલીસ ને કરી. પોલીસ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી. યુવતી ને માધોપુર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી. યુવતી એ સમગ્ર વાત રજૂ કરી હતી. અને પોતાના પતિ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસ અને લોકો ના કહેવા મુજબ યુવતી એ આ પગલુ ભરતા પહેલા પોલીસ માં તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી ને તેના પતિ વિરુદ્ધ કાર્યવાહી કરાવવાની જરૂર હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!