ભાવનગર- હેલિકોપ્ટર મા જાન જોડી વરરાજા એ પાડી દીધો વટ ! આખું ગામ જોવા ઉમટ્યું વરરાજા નો વટ,,જુઓ તસ્વીર.
હાલમાં ગુજરાતમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. એક બાજુ લગ્નની સિઝન ચાલી રહી છે તો એક બાજુ ચૂંટણીની સિઝન ચાલી રહી છે. ચૂંટણીમાં પણ દરેક પક્ષો પોતાના પક્ષને જીતાડવા માટે પોતાનું જોર ગુજરાતમાં લગાવી રહ્યા છે. તો બીજી તરફ લોકો લગ્નના માહોલમાં ગળાડૂબ થઈ ચૂક્યા છે. આપણે સૌ જાણીએ છીએ તેમ કે હવે લોકો લગ્નમાં કંઈક ને કંઈક નવું કરવાના વિચારમાં હોય છે.
કેટલાક લોકો હવે લગ્નમાં જાન ઘોડાગાડી કે મોટરમાં લઈને જતા નથી પરંતુ બળદગાડા કે એવી નવી નવી વસ્તુઓમાં જાન માંડવા સુધી પહોંચાડતા હોય છે. પરંતુ ભાવનગર જિલ્લા ના કમળેજ ગામમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વરરાજાએ એક પ્રાઇવેટ હેલિકોપ્ટર બુક કરાવ્યું અને તેની જાન હેલિકોપ્ટરમાં જોડાઈ હતી. વધુ વિગતે વાત કરીએ તો ભાવનગર શહેર નજીક આવેલા કમળેજ ગામના એક ખેડૂત કે જે રેલવેના કોન્ટ્રાક્ટરનું પણ કામ કરે છે.
તેના દીકરાના લગ્ન હોય દીકરાના લગ્નમાં પ્રાઇવેટ હેલિકોપ્ટરને અમદાવાદથી મંગાવવામાં આવ્યું હતું અને તેમાં દીકરાની જાન જોડવામાં આવી હતી. ભાવનગર શહેર નજીક કમળેજ ગામમાં રહેતા વ્યવસાયે ખેડૂત પરંતુ રેલવેના કોન્ટ્રાક્ટ ધંધો કરનાર અરવિંદભાઈ સામંતભાઈ સાંગા ના પુત્ર કરણ ના લગ્ન હોય અરવિંદભાઈએ પોતાના પુત્રના લગ્નમાં હેલિકોપ્ટર મંગાવવાનો નિર્ણય લીધો તેને અમદાવાદની એક ખાનગી હવાઈ કંપનીનું હેલિકોપ્ટર બુક કરાવ્યું.
હેલિકોપ્ટર ટ્રાવેલ્સ ના સંચાલક મેનેજર સૌપ્રથમ કમળેજ નજીક આવેલા રાજપરા ગામમાં પહોંચ્યા હતા અને તે હેલિકોપ્ટર ઉતરી શકે કે નહીં તે અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ તે લોકોએ રાજપરા ગામમાં હેલિકોપ્ટરને ઉતારવા માટે કામ ચલાઉ હેલીપેડ તૈયાર કરાવ્યું. ત્યારબાદ રાજપરા ગામમાં હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યું અને ત્યાંથી કમળેજ ગામ સુધી વરરાજા અને કન્યા સહિત થોડા પરિવારના સભ્યો પણ હેલિકોપ્ટરમાં બેસીને જાન માંડવા સુધી લઈ ગયા હતા. ગામમાં હેલિકોપ્ટર ઉતરતાની સાથે જ ગામના લોકો હેલિકોપ્ટરનો જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આમ અનોખી રીતે જાન જોડવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!