મિત્રો આપણે અવાર નવાર અનેક અકસ્માત વિશેના કિસ્સાઓ સાંભળતા અને જોતા હોઈએ છીએ આવા અકસ્માત ને કારણે લોકોને જાન અને માલ નું ઘણું નુકસાન થાય છે જોકે આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા ઘણા સમય થી સમગ્ર રાજ્ય અને આખા દેશ માં આવા અકસ્માતો ની સંખ્યા માં સતત વધારો જોવા મળી રહ્યો છે આવા અકસ્માતમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવી બેસ્યા છે જયારે ઘણા લોકો ને ભારે ઇજા પણ પહોંચે છે, આવા અકસ્માત ને કારણે ઘણું આર્થિક નુકસાન પણ થાય છે.
આપણે અહીં ડીસાના ભોયણ પાસે ફરી સર્જાયેલ અકસ્માત વિશે વાત કરવાની છે, આ અકસ્માત માં ત્રણ લોકોને ઘણી ગંભીર ઇજા થવા પામી છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત બનાસકાંઠા જિલ્લાના ડીસા ના ભોયણ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોકે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર હજી થોડા સમય પહેલાજ અકસ્માત સર્જાયો હતો જેનું કારણ હાઇવે ઓથોરિટી દ્વારા રસ્તામાં મુકાયેલ ખાંચ છે.
અહીં ઓથોરિટી દ્વારા આવા ખાંચ પર કોઈ પણ પ્રકાર નું સિગ્નલ મુકવામાં આવ્યું નથી. જેને કારણે ઘણી વાર આવા અકસ્માત સર્જાઈ છે. અહીં વાહનોએ આવા ખાંચ વડે એક હાઇવે પરથી બીજા હાઇવે પર જવાનું હોઈ છે. ત્યારે ફરી એકવાર ભોયણ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે આ અકસ્માત ટ્રિપલ અકસ્માત છે. અહીં એક ફુલ સ્પીડમાં આવતા ટ્રક નું ટાયર પંચર થતા ટ્રક ચાલાક નો ટ્રક પરથી કાબુ છૂટી ગયો.
જેને કારણે આ ટ્રકે આગળ જતા સ્કૂટર ને હડફેટે લીધું અને ત્યાર બાદ બાજુમાં ઉભેલા ટ્રેક્ટરને પણ અથડાણુ જેને કારણે આ ટ્રેકટર ત્યાંજ પલ્ટી ખાઈ ગયું, આ અકસ્માત માં ત્રણ લોકો ને ઇજા પહોંચી છે જેમાં આ ટ્રક ના ડ્રાઈવર અને ક્લીનર સહીત સ્કૂટર સવાર નો સમાવેશ થાઈ છે. અકસ્માત બાદ આ તમામ ઇજા ગ્રસ્ત વ્યક્તિઓ ને હોસ્પિટલ મોકલવામાં આવ્યા. અકસ્માત અંગે પોલીસ ને માહિતી મળતા તેમણે ઘટના સ્થળે પહોંચી વધુ તાપસ હાથ ધરી. અને ટ્રાફિક હળવું કરવાની કવાયત હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!