India

સિદ્ધુ મુસેવાલા ના કેસ માં શામિલ શાર્પ શુટરો ને પકડવા માં પોલીસ ને મળી મોટી સફળતા ! હત્યા બાદ એક કાર માં…

Spread the love

પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલા ની હત્યા બાદ દિલ્હી પોલીસ એક પછી એક ગુનેગારો ને પકડી રહી છે. 29-મેં ના રોજ સિદ્ધુ મુસેવાલા ની હત્યા કરવામાં આવી હતી. 29-મેં ના રોજ સિદ્ધુ મુસેવાલા પોતાની થાર જીપ લઇ ને નીકળ્યા હતા. જે બાદ માં તેની જીપ પાછળ કોરોલો અને બોલેરો માં શાર્પ શુટરો પીછો કરવા લાગ્યા હતા. જાણવા મળ્યું કે, આ હત્યા કરવા બાબતે કેનેડા માં બેઠેલા લોરેન્સ ગેંગ ના ગેંગસ્ટર ગોલ્ડી બરાડે સૂચના આપી હતી.

જે બાદ પ્લાન તૈયાર કરી ને સિદ્ધુ મુસેવાલા ની હત્યા કરી નાખવામાં આવી હતી. અને સિદ્ધુ મુસેવાલા ઘટના સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. સિદ્ધુ મુસેવાલા ના મર્ડર બાદ દિલ્હી પોલીસ આરોપી ને પકડવા કામે લાગી ગઈ હતી. એવામાં હાલ માં પોલીસે જે લોકો એ સિદ્ધુ મુસેવાલા ની હત્યા કરી હતી. તે લોકો ને ઝડપી પાડ્યા છે. જેમાં 6-શાર્પ શુટરો આ હત્યા માં સામેલ હતા.

આ હત્યા માં શાર્પ શુટરો પ્રિયવ્રત ફોઉજી, અંકિત સેરસા, દિપક મુન્ડી, કશિશ ઉર્ફે કુલદીપ, જાગરૃપ રૂપા અને મનપ્રિત મન્નુ સામેલ હતા. પોલીસે હાલમાં જ પ્રિયવ્રત, કશિશ અને અંકિત ની ધરપકડ કરી લીધી છે. અને અન્ય લોકો ને શોધી રહી છે. આ લોકો સિદ્ધુ મુસેવાલા ની હત્યા બાદ પોતાની કાર માં હથિયારો સાથે વિડીયો ઉતારેલો હતો. જે ખુબ જ લોકો જોઈ રહ્યા છે.

પોલીસે હત્યારાઓ ને ઝડપી લીધા બાદ અંકિત સેરેસા ના મોબાઈલ માંથી પોલીસ ને એક વિડીયો જોવા મળ્યો હતો. વિડીયો માં તમામ શુટરો પાસે હથિયારો હતા. જેમાં પ્રિયવ્રત કાર ની આગળ ની સીટ પર બેઠેલો હતો. સચિન ભિવાની કાર ચલાવી રહ્યો હતો. અંકિત સેરેસા અને દિપક મુન્ડી સાથે કપિલ પંડિત પાછળ ની સીટ પર હતા. આ તમામ શુટરો સિદ્ધુ મુસેવાલા ની હત્યા બાદ કાર માં પંજાબી ગીત રબને મેહર કર દી વગાડી રહ્યા હતા. અને હથિયારો સાથે વિડીયો બનાવી રહ્યા હતા. લોકો પણ આ વિડીયો જોઈ ને હચમચી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *