સલમાન ખાન નો સૌથી મોટો ચાહક ! સાઇકલ પર 1100-કિમિ નું અંતર કાપી આવ્યો સલમાન ખાન ને મળવા, જુઓ તસ્વીર.
બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ સમાચારોમાં હેડ લાઈન બનાવતા રહે છે. બોલીવુડના ઘણા બધા એક્ટરો એવા છે કે જેને ભારતમાં વસતા લોકોના દિલોમાં એક અનોખી જગ્યા બનાવી દીધી છે. આજે અમે તમને સલમાન ખાનના એક એવા ચાહક વિશે જણાવીશું કે જેને સલમાન ખાનને મળવા માટે 1100 કિલોમીટરનું સફર સાયકલ ઉપર કાપ્યું છે.
અભિનેતા સલમાન ખાનની વાત કરવામાં આવે તો તેને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક થી એક ચડિયાતી મુવીમાં કામ આપેલું છે. અભિનેતા સલમાન ખાનની મુવી આવતા તે સુપરહિટ થતી જ હોય છે. સલમાન ખાનના ચાહકોની સંખ્યા કરોડોમાં જોવા મળે છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ સલમાન ખાનના અનેક ચાહકો છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર સલમાન ખાનના એક ચાહકની સલમાન ખાન સાથેની તસવીર વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
વાત કરીએ તો જબલપુરમાં રહેતો સમીર નામનો વ્યક્તિ કે જે સલમાન ખાનનો ખૂબ મોટો ચાહક છે. તેને સલમાન ખાનને મળવા માટે 1100 કિલોમીટરનું અંતર જબલપુર થી મુંબઈ સાયકલ ઉપર કાપ્યું અને સલમાન ખાનને મળવા પહોંચ્યો હતો. સલમાન ખાને પણ તેના ચાહકને નારાજ ન કર્યો અને સલમાન ખાન તેના ફેન સમીરને મળ્યો અને તેની સાથે ફોટો પણ પડાવ્યો હતો. જે ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સમીર જે સાયકલ ઉપર આવ્યો હતો તે સાયકલની વાત કરવામાં આવે તો તેને તે સાયકલ ઉપર એક બોર્ડ લગાવ્યું છે જેમાં તેને લખ્યું કે ચલો ઉનકો દુઆએ દેતે ચલે જબલપુર ટુ મુંબઈ દીવાના મેં ચલા. આમ આવો અનોખો અંદાજ જોઈને લોકો આ યુવાની વાહ વાહ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ યુવાનને પાગલ પણ કહી રહ્યા છે. આમ લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!