ધ્રુજાવતો વિડીયો ! રેલવે પ્લેટફોર્મ પર ઉભેલ 3-વર્ષ ની બાળકી ને મહિલા એ ધક્કો મારતા બાળકી ટ્રેક પર ખાબકી અને, જુઓ વિડીયો.
દુનિયામાં અમુક એવા લોકો પાગલ હોય છે કે જેને કંઈ સમજ હોતી નથી અને એવા પગલાં ભરી બેસતા હોય છે કે જેને જોઈને અન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે. એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે જેને જોઈને લોકોના રુવાટા બેઠા થઈ ગયા છે. વીડિયોની વાત કરવામાં આવે તો આ વિડીયો અમેરિકાના પોટલેન્ડ થી સામે આવ્યો છે.
જેમાં જાણવા મળ્યું કે એક રેલવે સ્ટેશન ઉપર રેલ્વે પ્લેટફોર્મ ઉપર કેટલાક પેસેન્જર ટ્રેનની રાહ જોઈને રેલવે પ્લેટફોર્મ ઉપર ઉભા હતા. એ દરમિયાન એક મહિલાની સાથે તેની ત્રણ વર્ષની બાળકી પણ પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોઈને ઉભી હતી. આ સમયે એક અન્ય મહિલા કે જે ત્યાં રહેલી ખુરશી ઉપર ટ્રેનની રાહ જોઈને બેસેલી હતી.
એવામાં થયું એવું કે ખુરશીમાં બેસેલી મહિલાને અચાનક એવું થયું કે તેને માતા સાથે ઉભેલી ત્રણ વર્ષની બાળકીને અચાનક ધક્કો મારી દીધો અને ત્રણ વર્ષની બાળકી અચાનક રેલવે ટ્રેક ઉપર જઈને પડી હતી. આ મહિલાએ જ્યારે બાળકીને ધક્કો માર્યો ત્યારે તે મહિલા ધક્કો મારીને પોતાની સીટ ઉપર બેસી ગઈ હતી અને જાણે કે કશું થયું જ ના હોય તેવો ઢોંગ કરી રહી હતી. બાળકીના નસીબ સારા હતા કે ટ્રેન એ સમયે ટ્રેક ઉપર આવી ન હતી.
On Dec. 28 at the Gateway Transit Center in Portland, OR, a person shoved a toddler face-first into the train tracks. The suspect was apprehended. Antifa & far-left activists in the city have argued against police patrolling public transport, saying it endangers people. pic.twitter.com/uGBBMIraH1
— The Modern Patriot (@ModernPatriotWi) December 30, 2022
બાળકીને સહી સલામત બચાવી લેવામાં આવી હતી. આમ મહિલાએ શા કારણે ત્રણ વર્ષની બાળકીને ધક્કો માર્યો તે બાબતે જાણકારી મળી ન હતી. પોલીસે કદાચ મહિલાને ઝડપી પાડી હશે. આમ સદનસીબે બાળકી બચી ગઈ હતી. આ વિડીયો જોઈને લોકો મહિલા ઉપર ગુસ્સો પ્રદર્શિત કરી રહ્યા છે. આવા અનેક લોકો પાગલ જોવા મળતા હોય છે કે જેને આવા કૃત્ય કરવામાં આનંદ થતો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!