IndiaNational

એક જન્મેલા બાળક ને બચાવ્વા માટે બિલાડીઓ એ કર્યું એવું કે પોલીસ પણ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ અને દરેક પરિવાર માટે પોતાનું બાળક ઘણું જ મહત્વ ધરાવે છે. લગ્ન બાદ દરેક દંપતિ ની ઇચ્છા પોતે સારા માતા પિતા બને અને પોતાના બાળકને સારામાં સારી કેળવણી આપે તે માટેની હોઈ છે. અને આ માટે માતા પિતા ઘણી તકલીફો સહન કરે છે અને પોતાના બાળક પર આવનારી તમામ તકલીફો ને દૂર કરવા માટે સતત પ્રયત્ન કરતા રહે છે.

પરંતુ હાલના સમય માં લોકો જાણે માનવતા ભૂલી ગયા હોઈ તેવું લાગે છે. જેના કારણે લોકો નવજાત બાળકો ને તરછોડી દે છે. આમ કરતા તેનો જીવ પણ ડરતો નથી. જે ના કારણે આપણે સૌ જાણીએ છિએ કે હાલ દેશ માં નવજાત બાળકો ને છોડી ને જવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે આપણે અહીં આવાજ એક કિસ્સા અંગે અહીં વાત કરવાની છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર વિશ્વમા ફક્ત માનવી જ નથી કે જે રહે છે. પરંતુ અનેક અન્ય પ્રાણીઓ પણ રહે છે. અને આવા પ્રાણીઓ પણ ઘણી દયા ભાવના રાખે છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણે જેટલો પ્રેમ પ્રાણીઓ ને આપીએ છિએ તેટલો જ પ્રેમ પ્રાણીઓ પણ આપણને આપે છે.

પરંતુ હાલના સમય માં પ્રાણીઓ માણસ કરતા સારા છે. આપણે આવું શા માટે કહી રહ્યા છે. તેની પાછળ પણ એક કારણ છે. આપણે અહીં એક એવા બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક નાળામાં વહેતા નવજાત બાળકના જીવ ની રક્ષા બિલાડીઓ એ કરી છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.

મળતી માહિતી અનુસાર આ ઘટના મુંબઈનો પંતનગર વિસ્તારની છે અહીં એક નવજાત બાળક નાળાના પાણીમાં વહી રહ્યું હતું. આ બાળકને અહીંની બિલાડીઓએ જોયું અને જોર જોરથી અવાજ કરવા લાગી. બિલાડઓ ના અવાજ ના કારણે આસપાસના લોકો એકઠા થઈ ગયા. એન લોકો એ બાળક ને જોયું ત્યાર પછી લોકોએ આ બનાવ ની જાણ પોલીસ ને કરી.

ઘટના અંગે જાણ થતાં મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને નવજાત બાળક ને સલામત રીતે નાળામાંથી બહાર કાઢ્યુ જેના પછી આ બાળકને હોસ્પિટલ લઈ જઈને તેનો જીવ બચાવ્યો. જો કે હાલ પોલોસે આ બાબત અંગે તપાસ શરૂ કરી છે જો કે હજુ સુધી આ બાળકના માતા પિતા ઉપરાંત આ બાળક ને નાળામાં છોડનારાઓની ઓળખ હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ સમગ્ર ઘટના પોલીસ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *