Entertainment

એક ફિલ્મ માટે અધધ આટલા રૂપિયા લે છે આ ભોજપુરી કલાકારો જે પૈકી અમુક તો….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનોરંજન એ આપણા જીવન નું એક અભિન્ન અંગ છે. લોકો મનોરંજન મેળવવા માટે અનેક વસ્તુઓ કરે છે જેમાં રમત રમવી. વાંચવું, ચાલવું, ફરવું, આ ઉપરાંત મનોરંજ મેળવવા નું સૌથી મોટું સાધન જો કોઈ હોઈ તો તે ફિલ્મ જગત છે. લોકો મનોરંજ માટે ફિલ્મ જોવી ઘણી પસંદ કરે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત અલગ અલગ ભાષા બોલનારા લોકો નો દેશ છે. અહીં રહેતા લોકો અલગ અલગ ઘણી ભાષાઓ બોલે છે. વળી આવી ભાષાઓ માં મનોરંજન મળી રહે તે માટે દેશ માં અનેક ફિલ્મ જગત છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય ફિલ્મના ચાહકો ફક્ત દેશમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. લોકો દરેક ભાષાની ફિલ્મને ઘણી પસંદ કરે છે અને તેને ઘણો પ્રેમ પણ આપે છે. લોકો દ્વારા આવી ફિલ્મ અને તેના કલાકારો ને પણ ઘણા પસંદ કરવામાં આવે છે. આવા કલાકારો ઘણીજ મોટી લોક ચાહના ધરાવતા હોઈ છે. જેના કારણે લોકો આવા કલાકારો વિશે વધુ ને વધુ જાણવા માટે સતત ઉત્સુક રહેતા હોઈ છે. આપણે અહીં એવાજ અમુક કલાકારો વિશે વાત કરવાની છે.

મિત્રો આપણે અહીં દેશની ભોજપુરી ઇન્ડ્રસ્ટ્રી વિશે વાત કરવાની છે અને જાણશું કે અહીંના કલાકારો એક ફિલ્મ માટે કેટલા રૂપિયા ચાર્જ કરે છે. મિત્રો જણાવી દઈએ કે સમયની સાથો સાથ આ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીએ પણ ઘણી પ્રગતિ કરી છે. જો વાત અહીંના કલાકારો અંગે કરીએ તો તેઓ પણ લોકો વચ્ચે ઘણા લોકપ્રિય છે અને ઘણી જ મોટી ફેન ફોલોઇંગ ધરાવે છે. જે પૈકી અમુક કલાકારો ના નામ માત્રથી લોકો ફિલ્મ જુએ છે.

મિત્રો જો વાત ભોજપુરી સ્ટાર પવન સિંહ વિશે કરીએ તો જણાવી દઈએ કે તેઓ પોતાના આકર્ષક લુક અને પોતાની ફિટનેશ માટે ઘણા જાણીતા છે. લોકો તેમની બોડી અને સલમાન ની બોડીને ઘણી વખત તુલના પણ કરતા હોઈ છે. જો કે આ ભોજ પુરી સ્ટાર પોતાની એક ફિલ્મ માટે 40 થી 45 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત પવન સોશ્યલ મીડિયા પર પણ ઘણા સક્રિય છે. અહીં તેમના 1.4 મિલ્યન કરતા પણ વધુ ફોલોઅર્ષ છે.

આ યાદી માં આગળ નું નામ અક્ષરા સિંહ નું છે. મિત્રો આપણે સૌએ અક્ષરા ને ” બિગ બોસ ” ના ઓટિટિ પ્લટેફોર્મ પર જોઈ છે. હાલમાં તેઓ ઘણા લોકપ્રિય છે અને તેઓ ઇન્ડ્રસ્ટ્રી માં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જો વાત તેમના પેમેન્ટ અંગે કરીએ તો જણાવી દઈએ કે અક્ષરા એક ફિલ્મ માટે 20 થી 22 લાખ જેટલી રકમ વસુલ કરે છે. આ ઉપરાંત જો વાત તેમના સોશ્યલ મીડિયા અંગે કરીએ તો અહીં તેમના 4 મિલ્યન કરતા પણ વધુ ફોલોઅર્ષ છે.

જો વાત ભોજપુરી સુપર સ્ટાર વિશે કરીએ તો તેમાં દિનેશ લાલ યાદવ નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે તેઓ ફક્ત ભોજપુરી ઇન્ડ્રસ્ટીમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં ઘણી જ મોટી લોક ચાહના ધરાવે છે. લોકો માત્ર તેમના નામથી જ ફિલ્મ જોવા જાય છે. જણાવી દઈએ કે તેમણે વર્ષ 2001 માં બે આલબમ કાર્ય હતા. જે બાદ તેમની સફળતા નો ગ્રાફ ઉપરજ ચડતો રહ્યો છે. તેઓ એક ફિલ્મ માટે 35 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

જો વાત ભોજપુરી ઇન્ડ્રસ્ટીરમાં શત્રુઘ્ન તરીકે જાણીતા કલાકાર ખેસારી લાલા યાદવ અંગે કરીએ તો તેઓ પોતાના અભિનય માટે ઘણા જ પ્રખ્યાત છે અને ઘણી જ મોટી લોક ચાહના પણ ધરાવે છે. તેમણે વર્ષ 2012 માં સાજન ચાલે સસુરાલ દ્વારા ઇન્ડ્રસ્ટ્રીમાં એન્ટ્રી કરી અને સફળતાનાં શિખરો સર કર્યા જણાવી દઈએ કે તેઓ એક ફિલ્મ માટે 40 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

જો વાત ભોજપુરી સુપર સ્ટાર આમ્રપાલી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે ભોજપુરીમાં એક થી વધીને એક ઘણીજ સુપર હિટ ફિલ્મો આપી છે. તેઓ પોતાની એક્ટિંગ અને પોતાના લુક ના કારણે ઘણી જ મોટી લોક ચાહના ધરાવે છે. જણાવી દઈએ કે તેઓ એક ફિલ્મ માટે 25 થી 30 લાખ રૂપિયા લે છે.

આ યાદીમાં આગળનું નામ ખુબજ હોટ અને ગ્લેમરસ અદાકારા નું નામ સામેલ છે. તેમનું નામ મોનાલીસા છે. તેઓ પોતાના લુક અને એક્ટિંગ ના કારણે લોકોમાં ઘણા પ્રખ્યાત છે. તેમણે અહીં ઘણી જ સફળતા મેળવી છે. તેઓ એક ફિલ્મ માટે 15 થી 20 લાખ રૂપિયા લે છે. આ ઉપરાંત તેઓ સોશ્યલ મીડિયા પર પણ ઘણા સક્રિય છે. તેમના સોશ્યલ મીડિયા પર 4.9 મિલ્યન ફોલોઅરશ છે.

આ ઉપરાંત જો વાત સુપર સ્ટાર રવિ કિશાન અંગે કરીએ તો આપણે સૌ તેમના વિશે જાણીએ છીએ તેઓ ભોજપુરી ઇન્ડ્રસ્ટ્રીમાં સુપર સ્ટાર છે જ સાથો સાથ તેમણે અલગ અલગ અનેક ભાશાઓમાં પણ કામ કર્યું છે. અને લોકો તેમને ઘણો જ પ્રેમ કરે છે. હાલમાં તેઓ રાજનીતિ માં પણ ઘણા સક્રિય છે. અને અહીં પણ તેઓ ઘણા લોકપ્રિય છે. જણાવી દઈએ કે તેઓ એક ફિલ્મ માટે 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

આ યાદીમાં કાજલ રાંધવાની નો પણ સમાવેશ થાય છે તેઓ એક ફિલ્મ માટે 20 થી 25 લાખ રૂપિયા લે છે જયારે રાની ચેટર્જી પણ એક ફિલ્મ માટે 20 થી 25 લાખ રૂપિયા લે છે. આ બંને અદાકારાઓ ઘણી જ લોક પ્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *