Helth

હવે બનાવો ઈમ્યૂનિટી બુસ્ટર આમળા અને ગોળ ની ચટણી ઘરે જે તમને આપશે આટલા રોગ સામે રક્ષણ…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હવે શિયાળો શરુ થઇ ગયો છે. શિયાળાનો આ સમય સેહત બનાવવાનો અને ઈમ્યૂનિટી વધારવા માટે ઘણો ફાયદા કારક માનવામાં આવે છે. કારણ કે આ સમય માં એવી અનેક વસ્તુઓ આવે છે કેજે આપણા શરીર માટે ઘણું ફાયદા કારક માનવામાં આવે છે. મિત્રો આપણા આયુર્વેદ માં પણ એવી અનેક વસ્તુઓ અંગે માહિતી આપવામાં આવી છે. કે જેના સેવન માત્રથી આપણું શરીર સ્વસ્થ રહે છે. અને રોગપ્રતિકારક ક્ષમતા માં વધારો કરવા માટે મદદ કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો પાસે સમય ઓછો અને કામ વધારે છે. પરિણામે લોકોને શરીર ને સ્વસ્થ રાખવા માટે કોઈ વિશેસ સમય મળતો નથી.

તેવામાં આપણે અહીં એવી વસ્તુ અંગે માહિતી આપવા જઈ રહ્યા છે કે જેના સેવન માત્રથી આપણું શરીર નિરોગી રહે છે. અને આપણા શરીર ની રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે. તો ચાલો આપણે આ વસ્તુ અંગે માહિતી મેળવીએ. આપણે અહીં આમળા અને ગોળ ની ચટણી વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આમળા ઘણા ખાટ્ટા હોઈ છે. આ ફળનો સ્વાદ જેટલો ખાટ્ટો અને સ્વાદિષ્ટ છે તેટલો જ તેના ફાયદા પણ છે. ઉપરાંત આપણે સૌ ગોળ વિશે તો જાણીએ જ છીએ ગોળ માં અનેક પૌષ્ટિક તત્વો હોઈ કછે કેજે અનેક રીતે શરીર માટે ઉપયોગી છે.

આપણે સૌ ગોળ અને આમળા ના સેવન કરતા હોઈએ છીએ પરંતુ આજે આપણે એવી રેસિપી જાણીશું કે જ્યાં આમળા અને ગોળને ભેગું કરીને તેની ચટણી બનાવવા આવે છે. આ ચટણી શરીર માં રોગપ્રતિકારક શક્તિ તો વધારે જ છે, સાથો સાથ અન્ય ઘણા ફાયદા પણ આપે છે. તો ચાલો આ ચટણી કઈ રીતે બનાવવી તે અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

સૌ પ્રથમ જો વાત ચટણી બનાવવા માટે જરુરુ વસ્તુઓ અંગે કરીએ તો તમારે 200 ગ્રામ આમળા અને ગોળ ઉપરાંત અડધી ચમચી મેથી અને કૌજી સાથો સાથ ખાંડેલું થોડું આદુ થોડી હિંગ અને મરચું ઉપરાંત અડધી ચમચી હળદર અને થોડી એટલે કે અડધી ચમચી કરતા પણ ઓછી ચમચી કાળા મારી પાઉડર અને અડધી ચમચી બાફેલા જેવું જીરું અને થોડું મીઠું અને થોડું તેલ આટલી વસ્તુઓ તૈયાર કરો.

ચટણી બનાવવા માટે સૌપ્રથમ આમળા ને ઉકાળી ને તેની અંદર ના ઠળિયા ને કાઢીને આમળાના કટકા કરો. જે બાદ તેને કડાઈ પર તેલમાં ગરમ કરો જે બાદ તેમાં મેથી અને કૌજી સાથો સાથ આદુ નાખી ફરી ગરમ થવો અને તેને બરોબર ભેળવો. જે બાદ તેમાં હિંગ અને આમળા ઉમેરો જેને ફ્રાઈ થવા દો આવું આશરે એકથી બે મિનિટ થવા દો જે બાદ તેમાં થોડો ગોળ ઉમેરો અને તેને ગોળ ઓગાળી જાય ત્યાં સુધી ગરમ કરતા રહો.

જયારે ગોળ ઓગાળી જાય તે બાદ તેમાં હળદર અને કાળા મરી પાઉડર ઉપરાંત લાલા મરચું અને જીરું ઉમેરું. જે બાદ સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરો આ પછી ગોળની ચટણી જાડી થાય ત્યાં સુધી ગેસ પર આ મિશ્રણ ને ગરમ થવા દો આમ માત્ર આટલી વસ્તુ કરવાથી તમારી ચટણી તૈયાર થઇ જશે આમ સ્વદિષ્ટ ખાતા રહો અને સ્વસ્થ સુધારતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *