India

પુત્રીના જન્મની ખુશીને લાગી નજર અકસ્માત માં એક જ પરિવાર ના માતા-પિતા અને પુત્રએ ગુમાવ્યા જીવ પરિવારમાં……

Spread the love

મિત્રો આપણે સૈ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી આપણા દેશ અને રાજ્યમાં અકસ્માતો ની સંખ્યામાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. આપણે લગભગ દરરોજ આવા અકસ્માતો ને લગતા બનાવો જોતા અને સાંભળતા હોઈએ છીએ. જયારે પણ આપણે ફોન કે છાપું જોઈએ ત્યારે આવા એકાદ બે બનાવો તો નજરે પડે જ છે. તેવામાં આવા અકસ્માતો માં અનેક લોકો ને પોતાના સ્વજનો ખોવા પડે છે જયારે અનેક લોકો અકસ્માત ના કારણે ઈજાગ્રસ્ત પણ થાય છે. અકસ્માત માં મૃત્યુ પામતા લોકોના પરિવાર પર શું વીતતી હોઈ છે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ કે કારણ કે આપણે સૌ આપણા સ્વજનોને ખોવાનું દુઃખ જાણીએ છીએ.

આમ તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે દુઃખની જ બાબત છે પરંતુ આવું દુઃખ ત્યારે વધી જાય છે જયારે પરિવાર માં હરખ નો માહોલ હોઈ અને તેવામાં કોઈ પોતાનું આપણને છોડી ને ચાલ્યું જાય. આપણે અહીં એક એવા જ પરિવાર વિશે વાત કરવાની છે કે જ્યાં એક કાળ મુખા ટ્રકે અકસ્માત માં એક હસતા રમતા પરિવાર ને તોડી નાખ્યો છે. જ્યાં એક ગાડી અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક જ પરિવાર ના ત્રણ લોકો ઉપરાંત એક સંબંધી નું મૃત્યુ થયું છે.

મિત્રો જણાવી દઈએ કે આ અકસ્માત રાજસ્થાન ના રાજસમંદ જિલ્લા ના રેલમગરા વિસ્તાર માં રહેતા આ પરિવાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમનું નામ આ પ્રમાણે છે. અકસ્માત માં અમરાપુર વિસ્તારમાં રહેતા દેવીલાલ ગાડરી તેમના પિતા પ્રતાપ ગાડરી અને તેમની માતા સોહિની ઉપરાંત એક સંબંધી નું મૃત્યુ થયું હતું.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા પ્રતાપ ગાડરીની તબિયત બગાડતા તેમને સારવાર માટે જયપુર લઇ જવામાં આવ્યા હતા તેમની સાથે તેમના પત્ની અને પુત્ર ઉપરાંત એક સંબંધી હતા. તેઓ જયારે સારવાર માટે જયપુર ગયા હતા ત્યારે તેમની પુત્રવધૂએ એક બાળકી ને જન્મ આપ્યો હતો. ઘરમાં આવેલા નવા મહેમાન ના કારણે પરિવાર માં હરખ નો માહોલ હતો. પિતા પોતાની પુત્રીને જયારે દાદા દાદી પોતાની પૌત્રી ને જોવા માટે ઘણા આનંદિત હતા.

તેવામાં જયારે આ પરિવાર ના લોકો સારવાર બાદ જયપુરથી પરત આવી રહ્યા હતા ત્યારે ભીલવાડા જિલ્લના થાના રાયલા વિસ્તારમાં એક ટ્રકે તેમની ગાડીને ટક્કર મારી હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આ ચારે લોકો ગાડીમાંજ ફસાઈ ગયા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. જે બાદ જ્યાં પરિવાર માં પુત્રીના આગમનથી હરખનો માહોલ હતો ત્યાં એક જ પરિવાર ના ત્રણ લોકોના નિધનને કારણે પરિવાર માં અને આસપાસ ના લોકોમાં શોક નો માહોલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *