ઉજ્જૈન મહાકાલ દર્શને જતા બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા ની કાર ની બ્રેક ફેઈલ થતા કાર ક્રેશ થઇ અને…..જાણો વિગતે.
બૉલીવુડ ના સેલિબ્રેટી કોઈ ને કોઈ બાબતે ચર્ચા માં રહેતા જ હોય છે. હાલમાં બૉલીવુડ ના થોડાક જ દિવસો માં બે સેલિબ્રેટી ની સાથે રોડ અકસ્માત ની ઘટના સામે આવી છે. થોડાક સમય પહેલા જ એક બૉલીવુડ સ્ટાર મલાઈકા અરોરા ની સાથે કાર અકસ્માત ની ઘટના બની હતી.
મલાઈકા ને કાર અકસ્માત માં થોડા ટાકા આવ્યા હતા. અને હવે અત્યારે બૉલીવુડ ની એક્ટ્રેસ તનુશ્રી દત્તા ની કાર ને અકસ્માત નડવાની ઘટના બની છે. તનુશ્રી દત્તાએ 2003માં ફેમિના મિસ ઈન્ડિયા પેજેન્ટ જીતીને મોડેલિંગ કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે 2005માં આવેલી ફિલ્મ ‘આશિક બનાયા આપને’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
2010માં આવેલી ફિલ્મ ‘એપાર્ટમેન્ટ’ તેની છેલ્લી ફિલ્મ હતી. વર્ષ 2018માં તનુશ્રીએ એક ઈન્ટરવ્યૂમાં નાના પાટેકર આરોપ મૂક્યો તો કે તેણે તેને સેક્શુઅલી હેરેસ કરી હતી. તેને ઘણી બધી ફિલ્મ માં કામ કરેલું છે. અને સારી રીતે પાત્રો નિભાવ્યા છે.
તનુશ્રી દત્તા જયારે મધ્ય પ્રદેશ ઉજ્જેન મહાકાલ ના દર્શને જતી હતી ત્યારે તેની કાર ને અકસ્માત નડ્યો. તનુશ્રી દત્તા ની કહે છે કે આ અકસ્માત તેની જિંદગીનો પ્રથમ અકસ્માત હતો. તે કહે છે કે અકસ્માત થી તેનું મનોબળ વધુ મજબૂત થયું છે. તેની કાર ની બ્રેક ફેઈલ થઇ જતાં તેની કાર ક્રેશ થય હતી. અને તેને પગે થોડા ટાંકા આવ્યા હતા. બાદ માં તેને જય મહાકાલ કહ્યું હતું.