વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને કરી કીર્તિ પટેલ ની ધરપકડ. કીર્તિ પટેલે તેના પર લાગેલા તમામ આરોપો ને નકારી નાખ્યા. જુઓ વિડીયો.
હાલમાં સોશિયલ મીડિયા નો ઉપયોગ ખુબ ને ખુબ વધી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પાછળ ગાંડા થઈ ગયેલા જોવા મળે છે. લોકો સોશિયલ મીડિયા પર વધુ ને વધુ ફેમસ થવા માંગે છે. સોશિયલ મીડિયા મા વિડીયો રીલ્સ બનાવીને લોકો નું ધ્યાન ખેંચતા હોય છે. એવી જ એક ફેમસ ટિક્ટોક ગર્લ ના નામે પ્રખ્યાત કીર્તિ પટેલ ફરી વિવાદ માં આવી છે.
ટિક્ટોક ગર્લ કીર્તિ પટેલ શોશિયલ મીડિયા માં પોતાના અવનવા વિડીયો બનાવીને મુકતી જ હોય છે. કીર્તિ પટેલ વિડીયો રીલ્સ બનાવીને તેના ફેન્સ ને આકર્ષિત કરતી જોવા મળે છે. એના ફેન્સ ને તેના વિડીયો ખુબ જ લાઈક અને પસંદ પડતા હોય છે. હાલમાં કીર્તિ પટેલ ની અમદાવાદ ના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ આવી છે.
કીર્તિ પટેલ પર સોશિયલ મીડિયા મારફતે એક યુવતીને ધમકી આપવી અને તેના બીભત્સ ફોટા મુકવા બાબતે અને છેતરપિંડી બાબતે તેની વિરૃદ્ધ યુવતી એ ફરિયાદ નોંધાવી હતી. થોડાક સમય પેલા એસ.જી.હાઇવે પર થયેલી મારામારી માં યુવતી ને બાદ માં સોશિયલ મીડિયા પર ધમકી આપવામાં આવી હતી. કીર્તિ પટેલ અને તેન મિત્ર ભરત ભરવાડ દ્વારા એક યુવતી ને સેટેલાઇટ ના ગુનામાં સમાધાન કરવા વારંવાર જણાવવામાં આવતું હતું.
બાદ માં તેને ધમકીઓ પણ અપાતી બાદ માં યુવતી એ તે બન્ને વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કીર્તિ પટેલની અટકાયત કોર્ટમાં રજૂ કરી હતી. જોકે આરોપી કીર્તિ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપ નકારી આ તમામ ઘટનાથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.
વસ્ત્રાપુર પોલીસ દ્વારા આરોપી કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરી આગળની તાજવીજ હાથ ધરવામાં આવી છે. અને આ ગુનામાં સામેલ અમદાવાદના ભરત ભરવાડ ને પકડવાની તાજવીજ શરૂ કરી છે. કીર્તિ પટેલે આપેલા ઇન્ટરવ્યુ માં તેને તમામ આરોપો નકારી દીધા હતા. જુઓ વિડીયો.