ફરી એક વખત બૉલીવુડ ઇન્ડસ્ટ્રી પર છવાય ગયા દુઃખના વાદળો ! આ દિગ્ગ્જ અભિનેતાએ કેન્સર સામે જીવનની જંગ હારી..ૐ શાંતિ
બોલિવૂડમાંથી એક પછી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી સુલોચના લાટકરના અવસાન બાદ હવે પ્રખ્યાત બોલીવુડ સ્ટાર મંગલ ધિલ્લોને પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. મંગલ ધિલ્લોને ફિલ્મોની સાથે સાથે ટીવીની દુનિયામાં પણ પોતાની અભિનયની કળા દેખાડી હતી. મંગલ ધિલ્લોનના નિધનના સમાચાર બાદ બોલિવૂડ આઘાતમાં જોવા મળી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંગલ ધિલ્લોન લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. મંગલ ધિલ્લોનના નિધનના સમાચારથી તેમના ફેન્સ શોકમાં ગરકાવ થઇ ગયા છે. મંગલ ધિલ્લોનના અવસાન ના સમાચાર આવતા જ તેમના ઘણા સ્ટાર્સ શોક વ્યક્ત કરતા જોવા મળે છે.બોલિવૂડ અભિનેત્રી રેખાની ફિલ્મ ‘ ખૂન ભરી માંગ ‘માં જોવા મળેલા અભિનેતા મંગલ ધિલ્લોન હવે આ દુનિયામાં રહયા નથી.
મંગલ ધિલ્લોને 11 જૂને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મંગલ ધિલ્લોન લાંબા સમયથી કેન્સર ની બીમારી સામે લડી રહ્યા હતા. મંગલ ધિલ્લોનના નિધનના સમાચાર સામે આવ્યા બાદ ચાહકોની સાથે બોલિવૂડ અને પંજાબી સ્ટાર્સ પણ ખૂબ જ દુઃખી દેખાઈ રહ્યા છે. મંગલ ધિલ્લોન સંબંધિત સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી રહી છે. મંગલ ધિલ્લોને ફિલ્મોની સાથે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે.
અભિનેતા યશપાલ શર્માએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા મંગલ ધિલ્લોનના મૃત્યુના સમાચાર આપ્યા છે. સ્ટાર્સ, નેતાઓ અને ચાહકો મંગલ ધિલ્લોનને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા.મંગલ ધિલ્લોન એ ફિલ્મ કહા હે કાનૂન, વિશ્વાત્મા, આપના દેશ પરાએ લોગ, જિંદગી એક દુવા અને ટ્રેન ટુ પાકિસ્તાન માં નજર આવ્યા હતા. એના સિવાય મંગલ ધીલ્લોન એ ઘણા ટીવી શો માં પણ કામ કર્યું હતું. મંગલ ધિલ્લોન ટીવી પરના સૌથી વધારે ચર્ચામાં રહેનાર શો ‘ બિનીયાદ ‘ માં પોતાની એક્ટિંગ નો જાળવો દેખાડ્યો હતો.